ફરાહ ખાનનો જન્મ (Farah Khan Birthday) 9 જાન્યુઆરી, 1965ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. ફરાહ ખાને ફિલ્મ મૈં હૂં નાથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ પહેલા તે બોલિવૂડ ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કરતી હતી
મુંબઈ : પોતાની અદ્દભુત શૈલી અને શાનદાર સ્વભાવ માટે પ્રખ્યાત ફરાહ ખાન (Farah Khan Birthday) આજે તેનો 57મો જન્મદિવસ ઉજવી રહી છે. ફરાહ ખાનનો જન્મ 9 જાન્યુઆરી, 1965ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. ફેમસ ડાયરેક્ટર (Director) અને કોરિયોગ્રાફર (Choreographer) ફરાહ હંમેશા સમાચારમાં રહે છે. જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો-
ફરાહ ખાને તેનાથી 8 વર્ષ નાના શિરીષ સુંદર સાથે લગ્ન કર્યા
કોરિયોગ્રાફર ફરાહ ખાને (Farah Khan) વર્ષ 2004માં પોતાનાથી 8 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવ સ્ટોરી ખૂબ જ અલગ રીતે શરૂ થઈ હતી. વાસ્તવમાં શિરીષ કુન્દરને મનમાં ફરાહ ગમવા લાગી હતી. તમને જણાવી દઈએ કે શિરીષે પહેલા ફરાહને પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝ કરતી વખતે શિરીષે સ્પષ્ટ કરી દીધું હતું કે તે ટાઈમપાસ કરવા નથી માંગતો પણ ફરાહ સાથે તેનું ભવિષ્ય જોઈ રહ્યો છે.
કેવી રીતે કર્યા લગ્ન?
શિરીષે ફરાહને કહ્યું હતું કે તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતી તો જતી રહે. હું માત્ર તને જોઈને મારો સમય વેડફવા માંગતો નથી અને ફરાહે શિરીષનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. તેઓએ પહેલા વર્ષ 2004માં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે ફરાહ 39 અને શિરીષ 31 વર્ષની હતી.
ફરાહ ખાને ફિલ્મ મૈં હૂં નાથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી
ફરાહ ખાને ફિલ્મ મૈં હૂં નાથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ પહેલા તે બોલિવૂડ ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કરતી હતી. 'મૈં હું ના' પછી ફરાહ ખાને 'ઓમ શાંતિ ઓમ', 'તીસ માર ખાન' અને 'હેપ્પી ન્યૂ યર' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું. જણાવી દઈએ કે ફરાહ સાથે શિરીષની પહેલી મુલાકાત ફિલ્મ 'મેં હું ના'ના સેટ પર થઈ હતી.
બોલિવૂડમાં આવતા પહેલા શિરીષ ઈલેક્ટ્રોનિક એન્જિનિયર હતો
બોલિવૂડમાં આવતા પહેલા શિરીષ ઈલેક્ટ્રોનિક એન્જિનિયર હતા. શિરીષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એડિટર તરીકે કામ કર્યું હતું. શિરીષ વ્યવસાયે લેખક, દિગ્દર્શક, સંપાદક અને સંગીતકાર છે.
લગ્નના ચાર વર્ષ બાદ ફરાહે 2008માં એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. તે સમયે ફરાહ ખાને (Farah Khan) ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ફરાહ અને શિરીષને એક પુત્ર અને બે પુત્રી છે. લગ્ન સમયે ફરાહ અને શિરીષને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા પરંતુ આજે બંને ખુશીથી જીવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર