Home /News /entertainment /આ બોલિવૂડ હસ્તીઓને ઓળખો તો ખરા, બંને સેલેબ્સ પોતાના ઇશારે નચાવવામાં માહેર

આ બોલિવૂડ હસ્તીઓને ઓળખો તો ખરા, બંને સેલેબ્સ પોતાના ઇશારે નચાવવામાં માહેર

બોલિવૂડની પ્રખ્યાત હસ્તીઓની થ્રોબેક તસવીરો. (ફોટો ક્રેડિટ્સ: geeta_kapurofficial/Instagram)

બોલિવૂડની આ હસ્તીઓ (bollywood celebrities) ની થ્રોબેક તસવીર સામે આવી ત્યારે કંઈક આવું જ બન્યું હતું. બંને એક ક્ષેત્રના અનુભવી વ્યક્તિત્વ છે. જો તમે હજી પણ તેમને ઓળખતા નથી, તો અમે તમને હિન્ટ માટે જણાવી દઈએ કે તમામ નાના-મોટા ફિલ્મ કલાકારો તેમના ઈશારે ડાન્સ કરાવવા માટે મજબૂર કરી દે છે.

વધુ જુઓ ...
  બોલિવૂડ સેલેબ્સ (bollywood celebrities) ઘણીવાર તેમના જૂના ફોટા જોઈને જૂના દિવસોની યાદોમાં ખોવાઈ જાય છે. ઘણી વખત એવું બને છે કે, સમયની પરત કોઈના દેખાવ અને વ્યક્તિત્વમાં મોટું પરિવર્તન લાવે છે, તેથી વર્ષો પછી તેમને ઓળખવા સરળ નથી. બોલિવૂડની આ હસ્તીઓની થ્રોબેક તસવીર સામે આવી ત્યારે કંઈક આવું જ બન્યું હતું. બંને એક ક્ષેત્રના અનુભવી વ્યક્તિત્વ છે. જો તમે હજી પણ તેમને ઓળખતા નથી, તો અમે તમને હિન્ટ માટે જણાવી દઈએ કે તમામ નાના-મોટા ફિલ્મ કલાકારો તેમના ઈશારે ડાન્સ કરાવવા માટે મજબૂર કરી દે છે.

  પ્રખ્યાત કોરિયોગ્રાફરોનું થ્રોબેક ચિત્ર

  ચાલો હવે જણાવી દઈએ કે, આ થ્રોબેક ફોટો બોલિવૂડની ફેમસ કોરિયોગ્રાફર ફરાહ ખાન (farah khan) અને ગીતા કપૂર (geeta kapoor)નો છે. તમને નવાઈ લાગતી હશે? આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે, આજે આ બંનેના વ્યક્તિત્વ અને શરીરમાં એટલો ફરક આવી ગયો છે કે, તેમને ઓળખવા સરળ નથી. આ બંને વચ્ચે ખૂબ જ સુંદર સંબંધ છે. આ ફોટોમાં બંને ખૂબ જ સ્લિમ લાગી રહ્યા છે. આ એ સમયનો ફોટો છે જ્યારે બંને એકદમ નાના હતા. આ ફોટો મુંબઈના ચાંદીવલી સ્ટુડિયોમાં લેવામાં આવ્યો હતો.

  ગીતા કપૂરે પોતાના કરિયરની શરૂઆત ફરાહ ખાન સાથે કરી હતી

  ગીતા કપૂરે ફરાહ ખાન સાથે આસિસ્ટન્ટ ડાન્સર તરીકે કામ શરૂ કર્યું હતું, તે સમયે ગીતા માત્ર 15 વર્ષની હતી. ગીતાએ 'તુઝે યાદ ના મેરી આઈ' જેવા અનેક ગીતોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. ધીમે ધીમે તે ફરાહને મદદ કરવા લાગી. તે 'દિલ તો પાગલ હૈ', 'કભી ખુશી કભી ગમ' અને 'ઓમ શાંતિ ઓમ'માં ફરાહની સહાયક કોરિયોગ્રાફર હતી. ધીમે ધીમે ગીતાએ પોતે કોરિયોગ્રાફી કરવાનું શરૂ કર્યું. ગીતા કપૂરે 'ફિઝા', 'સાથિયા', 'હે બેબી', 'શીલા કી જવાની' જેવા અનેક ગીતોની ઉત્તમ કોરિયોગ્રાફી કરીને પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું હતું. સાથે જ ફરાહ ખાન કોરિયોગ્રાફીની સાથે ફિલ્મમેકર પણ બની ગઈ છે. ફરાહે એકવાર મીડિયાને કહ્યું હતું કે, ગીતા એટલી કમિશ્ડ અને સુંદર હતી કે, તેને ફિલ્મોના કલાકારો ડાન્સ કરતી વખતે ગીતા કપૂર પર લાઈન મારતા હતા.

  ગીતા કપૂર ફરાહ ખાનને મમ્મા કહીને બોલાવે છે

  ગીતા કપૂર અને ફરાહ ખાનની ઉંમરમાં બહુ ફરક નથી પણ ગીતા પ્રેમથી અને આદરપૂર્વક ફરાહને મમ્મા તરીકે બોલાવે છે. જ્યારે આજે ગીતા પોતાને ગીતા કપૂર નહીં પણ ગીતા મા કહે છે. એક કોમેડી શોમાં પહોંચેલી ફરાહ અને ગીતાએ ખૂબ જ મસ્તી કરી હતી અને ગીતાને મા બોલવા પાછળનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. ગીતા કપૂરે કહ્યું હતું કે, હું જ્યારે પણ કોઈ કામ, શૂટિંગ કે ઈવેન્ટ માટે જતી ત્યારે મારી મમ્મી મારી સાથે ટ્રાવેલ કરતી હતી. જ્યારે મેં ફરાહ ખાન સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે અમે ઘણી વિદેશ યાત્રાઓ પર જતા હતા. તે સમયે મારી માતા મારી સાથે મુસાફરી કરી શકતી ન હતી પરંતુ ફરાહ મારી માતાની જેમ કાળજી લેતી હતી. તેથી જ મેં તેને મારા હૃદયથી મમ્મા કહેવાનું શરૂ કર્યું.

  આ પણ વાંચોરસપ્રદ યાદ: જ્યારે 16 વર્ષની નીલમને 'જવાની'ની ઓફર મળી, તો માતા-પિતાએ ના પાડી દીધી હતી

  જ્યારે ફરાહ ખાનને ગીતાના કારણે શરમ આવી હતી

  આ અંગે ફરાહ ખાને કહ્યું કે, 'એકવાર અમે એરપોર્ટ પર હતા ત્યારે હું ડેનિમ શોટ અને ટોપમાં હતી, જ્યારે ગીતા મમ્મી-મમ્મીની બૂમો પાડતી પાછળથી આવી તો એર હોસ્ટેસ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે મારી પાસે આવી અને કહ્યું કે, તમે આટલી નાની ઉંમરમાં આટલી મોટી મહિલાની માતા કેવી રીતે બની ગયા? આ અમારા માટે ખુબ એમ્બેરેસિંગ હતું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Celebrities, Bollywood Interesting story, Farah khan, Geeta kapoor

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन