Fantastic Beasts The Secrets of Dumbledore Review: હેરી પોટરના ચાહકોએ જોવા જેવી ફિલ્મ
Fantastic Beasts The Secrets of Dumbledore Review: હેરી પોટરના ચાહકોએ જોવા જેવી ફિલ્મ
ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ: સિક્રેટ્સ ઓફ ડમ્બલડોર રિવ્યુ
Fantastic Beasts The Secrets of Dumbledore Review: ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ (Fantastic Beasts) સિરીઝની ત્રીજી ફિલ્મ ધી સિક્રેટસ ઓફ ડમ્બલડોર (The Secrets of Dumbledore Review) પહેલા ભાગ જેટલી રસપ્રદ નથી.
ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ (Fantastic Beasts) સિરીઝની ત્રીજી ફિલ્મ ધી સિક્રેટસ ઓફ ડમ્બલડોર (The Secrets of Dumbledore Review) પહેલા ભાગ જેટલી રસપ્રદ નથી. તેમજ તે હેરી પોટર સિરીઝ (Harry Potter Series)ની જેમ હોગવર્ટ્સની સફર જેટલી પણ રોમાંચક નથી, પરંતુ ફિલ્મમાં કેટલાક પાસાઓ તમારામાં રહેલા હેરી પોટરના ચાહકને જરૂર ગમશે.
આ ફિલ્મની પટકથાની વાત કરીએ તો ફિલ્મ બીજા ભાગ જેટલી ખરાબ નથી. આ વખતે જે.કે.રોલિંગ અને સ્ટીવ ક્લોવેસે કંઈક અલગ જ આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે, બીજા ભાગની જેમ આ ભાગમાં પણ અવ્યવસ્થિત ક્લાઈમેક્સ છે. આ વખતે પણ ઘણી મૂંઝવણ છે અને દિગ્દર્શક ડેવિડ યેટ્સ પ્લોટને બચાવી શક્યા જ નથી.
આ ફિલ્મ અભિનેતા મેડ્સ મિક્કલસેનને નવા ગેલર્ટ ગ્રિન્ડેલ્વાલ્ડ તરીકે રજૂ કરાયા છે. તેમનો અભિનય અને પાત્ર દર્શકોને પ્રભાવિત કરે છે અને અગાઉના ભાગોમાં ગ્રિન્ડેલ્વાલ્ડનું પાત્ર ભજવનાર જોની ડેપની જેમ પાત્રને સારી રીતે ન્યાય આપ્યો છે. આલ્બસ ડમ્બલડોરના પાત્રનું પાત્ર ભજવનાર જુડ લો પણ પ્રભાવશાળી દેખાય છે. તે વિઝાર્ડ-મગલુ વચ્ચે યુદ્ધ શરૂ કરવા માટે પ્રયાસ કરતા ગ્રાઇન્ડલવાલ્ડને રોકવાનો પ્રયાસ કરે છે.
આ ફિલ્મમાં એડી રેડમાય દ્વારા ન્યૂટ સ્કેમેન્ડરની ભૂમિકા ભજવવામાં આવી છે. ફિલ્મમાં તે શરમાળ હીરો છે અને તે દુનિયાને બચાવવા પ્રયાસ કરે છે. ફિલ્મમાં તે અમુક તબક્કે વધુ જુસ્સાથી કામ કરે તેવું ચાહકો ઇચ્છવા લાગે છે. ડેન ફોગલર, કોલમ ટર્નર, એઝરા મિલર, એલિસન સુડોલ, જેસિકા વિલિયમ્સ અને રિચાર્ડ કોયલ સહિત બાકીના કલાકારોએ સારું કામ કર્યું છે.
આ ફિલ્મનો ક્લાઈમેક્સ ફરી વખત ધારી શકાય તેવો છે અને તે ફિલ્મ જ્યાંથી શરૂ થાય છે, ત્યાં જ તમને ફરી લાવીને છોડી દે છે. ફિલ્મની સ્ટોરી આગળ વધે છે અને ફિલ્મ સારી છે. આ ફિલ્મ તમને એક સાથે બધી હેરી પોટરની મૂવીઝની યાદ અપાવે છે. એકંદરે આ ફિલ્મ પ્રથમ ભાગ જેટલી સારી ન હોવા છતાં બીજા ભાગ કરતા વધુ ગમે તેવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર