હિમેશ રેશમિયા અને અલકા યાજ્ઞિકની આ તસવીર જોઇ ફેન્સ ચોકી ગયા, કરી મજેદાર કમેન્ટ્સ

PHOTO- @rarephotoclub

બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) અને અલકા યાજ્ઞિકની એક જૂની તસવીર વાયરલ થઇ છે. આ તસવીરમાં હિમેશ રેશમિયા ઘણો જ નાનો, જાડો અને ગપ્પી લાગે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સ્ટાર્સની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થઇ રહ્યું છે. તેનાં ચહિતા સ્ટાર્સની તસવીર જોઇ ફેન્સ તેનાં પર દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યાં છે. ઘણી વખત મનોરંજન જગતમાં સ્ટાર્સ તેમની થ્રોબેક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે છે. ક્યારેક કોઇ તેમનાં કરિઅરનાં શરૂઆતી દિવસોને યાદ કરી ફેન્સ સાથે તાજા તકે છે. આ વચ્ચે બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) અને અલકા યાજ્ઞિકની એક તસવીર વાયરલ થઇ રહી છે.

  આ પણ વાંચો- બાળકો સાથે આખી રાત વીડિયો કોલ પર વાત કરે છે SHWETA TIWARI, શેર કર્યા સુંદર સ્ક્રીનશોટ્સ

  વાયરલ તસવીરમાં થ્રોબેક તસવીરમાં હિમેશ ઘણો નાનો લાગે છે. હિમેશ અલ્કા યાજ્ઞિકની સાથે પોઝ આપતો નજર આવે છે. હિમેશ રેશમિયા આ તસવીરમાં સફેદ ચેક્સ શર્ટમાં નજર આવે છે. અને તેણએ સાથે ગ્રે કલરનું પેન્ટ કહેરેલું હતું. આ સાથે જ સૌ કોઇ તેની સુંદર અવાજનાં દિવાના છે આ સમયે અલકા યાજ્ઞિકે નારંગી રંગનો સૂટ પહેર્યો હતો. જેમાં તે ખુબ સુંદર લાગે છે. આ બંનેની તસવીર જોઇને કહી શકાય કે આ બંનેમાં હાલમાં કેટલો બદલાવ આવી ગયો છે.

  PHOTO- @rarephotoclub


  હિમેશ રેસમિયા અને અલકા યાજ્ઞિક (Alka Yagnik)ની તસવીર ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે. તેનાં પર લાઇક અને કમેન્ટ્સની ભરમાર થઇ રહી છે. એક કહે છે કે, 'ટાઇમની સાથે તેમની ઉંમર ઘટતી જાય છે.' તો અનેય એક લખ્યું ,'આ શું જોઇ રહ્યું છે આ બંને સાથે સાથે..' તો અન્ય એકે લખ્યું છે , 'હિમેશ રેશમિયા તો ફારૂખ શેખ જેવો લાગે છે. '

  કામની વાત કરીએ તો, હાલમાં હિમેશ રેશ્મિયા હાલમાં સિંગિગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12'નો જજ છે. તેણે હાલમાં જ જણાવ્યું કે, લતા મંગેશ્કર (Lata Mangeshkar) અને લિજન્ડ સિંગર કિશોર (Kishor Kumar)નું એક ગીતને તે રિલીઝ કરવાનો છે.
  Published by:Margi Pandya
  First published: