સોશિયલ મીડિયા પર હાલ #10 YearChallengeની ધૂમ મચી રહી છે. દરકે કોઇ પોતાની ચેલેન્જને લઇને પોતાની જૂની તસવીર શેર કરવામાં જોડાયા છે. ફેસબુક પર આવી તસવીર વધી રહી છે. પરંતુ આ અભિનેત્રીએ ભૂલ કરી છે અને આ ચક્કરમાં તેમના ફોલેઅર્સે તેની મજાક કરવાનું શરુ કર્યુ છે.
મલાઇકાએ પણ ચેલેન્જ લીધી, પરંતુ તેમણે #10YearChallengeની જગ્યાએ #20YearChallenge લઇ લીધુ. મલાઇકાએ બે તસવીર શરે કરી છે એક તસવીમાં 1998માં આવેલી "દિલ સે ગાને છૈયા છૈયા" હતી. તો બીજી તસવીરમાં મલાઇકાનો લેટેસ્ટ લૂક હતો. મલાઇકાની આ તસવીર જણાવે છે કે વિતી ગયેલા વર્ષોમાં તેણી ફિટનેસને લઇને કેટલી સતર્ક હતી, આજ કારણે તેણી આજે પણ સુપરહીટ છે.
પરંતુ ટ્રોલ આર્મનીનું આનાથી શું મતલબ છે? તેને મલાઈકાને ઠપકો આપવાનું શરૂ કર્યું કે આ ચેલન્જ 20 વર્ષની નહીં 10 વર્ષની હતી. એક સોશિયલ મીડિયા યુઝરે એવુ કહી દીધુ કે 'તમને ગણતરી નથી આવડતી શું?' આમાથી કેટલાક લોકો એવા પણ હતા તેઓ પ્રશંસા કરતા હતા. કદાચ આ ચાહકોને કારણે સ્ટા્સ તેમની તસવીર શેર કરતા રહે છે.
A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on
મલાઇકા અરોરાને બોલિવૂડની આઇટમ ક્વીટ કહેવામાં આવે છે. મલાઇકા અરોરા પોતાના ફિટ બોડીના કારણે જાણીતી છે. ઘણીવાર તેમને જિમના કારણે પણ સ્પૉટ કરવામાં આવે છે. આવી સારી બોડી હોઇ તો તેને કોણ નહીં દેખાડવા ઇચ્છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર