
વિરાટ અને અનુષ્કા
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનાં ફેન ફોલોઇંગ અંગે તો સૌ કોઇ જાણે છે. હાલમાં ફેન્સ તેમનાં વિશે જાણવાં ઉત્સુક રહે છે. એવામાં જ્યારે વિરાટ-અનુષ્કાનાં જીવનમાં નાનકડી પરી આવતા જ ફેન્સ ઘણાં ઉત્સુક છે. અને વિરુષ્કાની દીકરીની પહેલી ઝલક તો જોવા ન મળી પણ સૌ કોઇ સોશિયલ મીડિયા પર તેને નામ સજેસ્ટ કરવાનું શરૂ કરી દીધુ છે. વિરાટ-અનુષ્કાએ ફેન્સ તેની દીકરી માટે ઘણાં નામ જણાવ્યાં પણ એક નામ Sydney સજેસ્ટ કર્યું છે. જેની પાછળ ક્રિકેટ સાથેની એક ઘટના જોડાયેલી છે.
સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલાં ટ્વિટ્સની માનીયે તો લોકોનું કહેવું છે કે, વિરાટ-અનુષ્કાએ તેમની દીકરીનું નામ સિડની રાખવું જોઇએ તેની પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તેમની દીકરીનો જન્મ 11 જાન્યુઆરીનાં થયો છે. આ દિવસે ભારતીય ક્રિકેટ ટીમે સિડની ટેસ્ટ મેચમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેની સાથે જ વિરુષ્કા નામ પણ લોકોને ખુબજ પસંદ આવી રહ્યું છે.
એટલું જ નહીં બંનેનાં કોમ્બિનેશનથી બેનાં અન્ય નામ પણ ફેન્સ દ્વારા સજેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેમ કે, અનુવી, અનવિતા અને અન્ય ઘણાં નામ પણ તેમાં શામેલ છે. જોકે હજુ સુધી વિરાટ અને અનુષ્કાએ નાનકકડી પરી સાથે જોડાયેલી કોઇપણ ડિટેલ શેર કરી નથી.
Published by:Margi Pandya
First published:January 14, 2021, 11:44 am