Home /News /entertainment /

Mannat Name Plate : શાહરૂખ ખાને પોતાના ઘર 'મન્નત'ની નેમ પ્લેટ બદલી, તો ચાહકો થઈ ગયા ભાવુક

Mannat Name Plate : શાહરૂખ ખાને પોતાના ઘર 'મન્નત'ની નેમ પ્લેટ બદલી, તો ચાહકો થઈ ગયા ભાવુક

શાહરુખ ખાનના ઘર મન્નતને મળી નવી સ્ટાઇલિશ નેમ પ્લેટ

શાહરૂખ ખાને (Shahrukh Khan) 'મન્નત'ની જૂની નેમ પ્લેટ હટાવીને પોતાના ઘરને નવો સ્ટાઇલિશ લુક આપ્યો છે. અભિનેતાના ઘરની નવી સ્ટાઇલિશ નેમ પ્લેટને લઈને ચાહકોએ ટ્વિટર પર તેમની પ્રતિક્રિયાઓ આપી છે. વાસ્તવમાં શાહરૂખના ઘર સાથે તેના ઘણા ચાહકોની ભાવનાઓ જોડાયેલી છે

વધુ જુઓ ...
    શાહરૂખ ખાને જ્યારે ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની સાથેના તેના આગામી મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી ત્યારે તે ચર્ચામાં આવ્યો. આ નવા પ્રોજેક્ટનું નામ 'ડંકી' (Dunki) છે. અભિનેતાનું એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કે તેની નાની નાની બાબતો પણ ચાહકોને રોમાંચિત કરે છે. શનિવારે 23 એપ્રિલે, કિંગ ખાનના ઘર મન્નતને એક નવી સ્ટાઇલિશ નેમ પ્લેટ મળી.

    શાહરૂખના ચાહકોએ ટ્વિટર પર આ બદલાવની ઉજવણી કરી હતી. ઘણા ચાહકોએ મન્નતની તસવીરો ટ્વિટર પર શેર કરી છે. તેમણે મેગાસ્ટારના ઘરની નેમ પ્લેટની સરખામણી પણ કરી, જે વર્ષોથી ઘણી વખત બદલાઈ. ઘણા ચાહકોએ મન્નતનો વિકાસ દર્શાવતા પહેલા અને પછીની તસવીરો પણ શેર કરી હતી. એક ચાહકે લખ્યું, 'નવી નેમ પ્લેટ પર મન્નત ત્યારે અને હવે.'

    આ પણ વાંચો -Happy birthday Varun Dhawan: આ 10 રસપ્રદ વાતોથી જાણો કેવો છે વરુણ ધવન

    અન્ય એક ચાહક જૂની નેમ પ્લેટની બાજુમાં એક તસવીર શેર કરીને ભાવુક થઈ ગયો. તેણે ટ્વિટ કર્યું, 'હા આ ડિઝાઇન હંમેશા આઇકોનિક રહેશે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે નેમ પ્લેટને લઈને હું ઈમોશનલ થઈ જઈશ. બાળપણમાં, હું તેની બાજુમાં ઉભા રહીને તસવીર ક્લિક કરવાનું સ્વપ્ન જોતો હતો, પરંતુ ક્યારેય તક મળી નથી. હવે હું ખૂબ જ દુઃખી છું.



    નવી નેમ પ્લેટને અદભૂત ગણાવતા, એક ચાહકે બદલાયેલી નેમ પ્લેટની તસવીરો શેર કરી. તેણે લખ્યું, 'લાગે છે કે મન્નતમાંથી ફરી બુલાવો આવવાનો છે. મન્નત પ્રેમ, સ્ટારડમ, લાગણીઓ અને જુસ્સાનું પ્રતીક છે. આ નેમ પ્લેટ અદ્ભુત છે.' અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વીટ કર્યું, 'નેમ પ્લેટ બદલાય છે, પણ લાગણીઓ નથી બદલાતી.'

    આ પણ વાંચો -ક્રિસમસ 2023: શાહરૂખ ખાનની 'ડંકી'ની સાથે આ અક્ષય-ટાઈગરની આ ફિલ્મ પણ રિલીઝ થશે

    કામની વાત કરીએ તો શાહરૂખ ખાન પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે. શાહરૂખે તાજેતરમાં તમિલ અભિનેત્રી નયનથારા સાથે એક ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. તે રાજકુમાર હિરાનીની 'ડંકી'માં પણ જોવા મળશે. 'ડંકી'માં તાપસી પન્નુ પણ છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Shahrukh Khan

    આગામી સમાચાર