ટોમ ક્રૂઝ જોઇ ફેન્સને પણ લાગ્યો ઝાટકો, હવે ઓળખવો પણ થયો મુશ્કેલ

Photo- @EllisBelle1/Twitter

ટોમ ક્રૂઝ (Tom Cruise)ને જોઇ એવું લાગે છે કે, તેનું વજન વધારી લીધુ છે. તેનો ચહેરો પહેલાં કરતાં ઘણો ભારે લાગવાં લાગ્યો છે. ટોમ ક્રૂઝ જલ્દી જ ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ 7'માં નજર આવવાનો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝ (Tom Cruise) દુનિયાનાં સૌથી ગુડલુકિંગ સ્ટાર્સમાંથી એક ગણાય છે. ટોમ ક્રૂઝની એક પબ્લિક અપિરિયન્સ દુનિયા ભરમં તેનાં ચાહકોનો દિવસ બનાવી દે છે. આ તસવીરો જોઇ ફેન્સ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ રહ્યો છએ. કે ટોમ ક્રૂઝ જ છે કે અન્ય કોઇ. ક્રૂઝ આ તસવીરોમાં ખુબજ અલગ દેખાઇ રહ્યો છે.

  આ પણ વાંચો-Urfi Javed B’day Special: એક્ટ્રેસ બનતા પહેલાં એક કંપનીમાં મેનેજર હતી ઉર્ફી જાણો તેની અજાણી વાતો

  ટોમ ક્રૂઝને જોઇને લાગે છે કે તેણે ખાસ્સુ વજન વધારી દીધુ છે. તેનાં ચહેરો ખુબ ભારે લાગે છે. યૂએસમાં હાલમાં જ એક્ટર એક બેઝબોલ ગેમ જોવાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે જેકેટ પહેરી રાખ્યું હતું. ટોમ ક્રૂઝ સ્માઇલ કરતાં મેચ જોતો નજર આવ્યો તેની તસવીરો ખુબજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઇએ ખે, ટોમ ક્રૂઝ જલ્દી જ ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ 7'માં નજર આવવાનો છે. તે હાલમાં આ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે.

  (PHOTO- @EllisBelle1/twitter)


  ટોમ ક્રૂજનાં લૂક્સ અને એક્ટિંગનાં ફેન્સની સંખ્યા ઘણી મોટી છએ. તેની તસવીરો જોઇ ઘણાં ફેન્સ કહી શકે કે તેણે સર્જરી કરાવી છે તેથી તેનો ચહેરો સોજાવાળો દેખાય છે. તો કેટલાંક ફેન્સ કહે છે કે, આ વ્યક્તિ ટોમ ક્રૂઝનો હમશક્લ તો નથીને.. તો ફેન્સ ટોમ ક્રૂઝને જોઇને જેટલાં ઉત્સુક હતાં તેટલાં જ કન્ફ્યૂઝ પણ હતાં.

  આ પણ વાંચો-'શક્તિમાન'નાં 'તમરાજ કિલવિશ'ની પાસે છે એટલી સંપત્તિ, દીકરીને આપી દીધો 60% મિલકતમાં ભાગ

  આ પણ વાંચો-EDની ઓફિસ પહોંચી નોરા ફતેહી, મની લોન્ડ્રિંગ કેસમાં થશે પૂછપરછ

  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ટોમ ક્રૂઝ જલ્દી જ મિશન ઇમ્પોસિબલ 7માંનજર આવશે. છેલ્લે તેને 'મિશન: ઇમ્પોસિબલ ફોલઆઉટ'માં નજર આવ્યો હતો. આ ઉપરાંત એક્ટરની પાસે ફિલ્મ 'ટોપ ગન: મેવરિક' પણ છે. જેનું શૂટિંગ જલ્દી જ શરૂ થશે. ટોમ ક્રૂઝની ફિલ્મોનો દર્શકો આતુરતાથી રાહ જોવે છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published: