નિક જોનસ પર ફેને ફેંકી બ્રા, પ્રિયંકા ચોપરાએ પતિ સુધી પહોચાડ્યો સંદેશ
નિક જોનસ પર ફેને ફેંકી બ્રા, પ્રિયંકા ચોપરાએ પતિ સુધી પહોચાડ્યો સંદેશ
જોનસ બ્રદર્સની કોન્સર્ટમાં કંઇક એવો કિસ્સો બન્યો જે અચંબામાં મુકે તેવો હતો, ખાસ કરીને આ ઘટના બાદ પ્રિયંકા ચોપરાનાં રિએક્શન સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે.
જોનસ બ્રદર્સની કોન્સર્ટમાં કંઇક એવો કિસ્સો બન્યો જે અચંબામાં મુકે તેવો હતો, ખાસ કરીને આ ઘટના બાદ પ્રિયંકા ચોપરાનાં રિએક્શન સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે.
મુંબઇ: પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ગ્લેમર ઇન્ડસ્ટ્રીનાં પાવર કપલ છે. તેમનાં વેકેશનની તસવીરોથી લઇને નાની નાની વાતો ચર્ચામાં રહે છે. હાલમાં જ જોનસ બ્રધર્સનો કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં એવો કિસ્સો બન્યો જે અચંબામાં મુકે તેવો હતો, ખાસ કરીને આ ઘટના બાદ પ્રિયંકા ચોપરાનાં રિએક્શન સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે.
જોનસ બ્રધર્સે એટલાન્ટા વાળી કોન્સર્ટ બાદ શોમાં એખ ફેને તેની બ્રા ઉતારીને સ્ટેજ પર ફેંકી હતી. આ બ્રા સ્ટેજ સુધી નહોતી પહોંચી પણ સ્ટેજની નજીક ઉભેલી પ્રિયંકા ચોપરાની પાસે જરૂર પહોંચી ગઇ હતી. પ્રિયંકાએ આ કિસ્સાને ઘણી જ સામાન્ય રીતે હેન્ડલ કર્યો. તે જરાં પણ નારાજ થઇ ન હતી. તેની જગ્યાએ પ્રિયંકાએ તે બ્રા ઉઠાવ અને હાથમાં લઇને સ્ટેજ તરફ જવા લાગી. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
આપને જણાવી દઇએ કે હાલમાં જ પ્રિયંકા અને નિકનાં છુટાછેડાની અફવાઓ ઉડી હતી. 'OK'મેગેઝિને તેની રિપોર્ટમાં લખ્યું કે, પ્રિયંકા અને નિક વચ્ચે લગ્ન બાદ નાની નાની વાતે ઝઘડો થઇ રહ્યો છે. ભલે તે કામ કરવાની બાબત હોય કે, પાર્ટીમાં જવાની, પ્રિયંકા અને નિક બંને એકબીજાથી નાખુશ છે. મેગેઝીનની રિપોર્ટ મુજબ નિકને લાગે છે કે તેને ખુબજ ઉતાવળે આવીને આ લગ્ન કરી લીધા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર