ટ્વિટર પર એક યૂઝરે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ઠાઠડીમાં નજર આવે છે. યૂઝરે શેર કરેલો વીડિયો જોઇને અંકિતા ગસ્સે થઇ ગઇ હતી. તેણે તે ટ્વિટને રી ટ્વિટ કરીને કહ્યું કે આ વીડિયોને ડિલીટ કરો.
મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધનનાં 3 મહિનાથી વધુ સમય થઇ ગયો છે અને આ મામલાની તપાસમાં હજુ સુધી કોઇ જ નક્કર પૂરાવા હાથ લાગ્યા નથી. આજે પણ ફેન્સને આશા છે કે આ મામલાનું સત્ય સામે આવશે. આ વચ્ચે સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande)ને ફરી એક વખત તોડી નાંખી છે. તેણે યૂઝરને ખખડાવી નાંખ્યો અને આ વીડિયોને સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરવાં કહ્યું છે.
ખરેખરમાં ટ્વિટર પર યૂઝરે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઠાઠડીમાં સતેલો નજર આવે છે. વીડિયો શેર કરતાં યૂઝરે લખ્યું છે કે, 'હું આ વીડિયોને શેર કરવાં નહોતો ઇચ્છતો પણ આ કારણથી શેર કર્યો છે કે જો ક્યારેય બોલિવૂડ ફિલ્મો જોવાનું મન થાય તો આ ચહેરાને યાદ કરજો.
આ વીડિયો શેર કરતાં યૂઝરે સુશાંતની બહેન અને અંકિતા લોખંડે (Ankita Lokhande) સહિત ઘણાં લોકોને ટેગ કરવામાં આવ્યાં છે.'
યૂઝરનાં આ વીડિયોને જોયા બાદ અંકિતા લોખંડે ગુસ્સાથી લાલ થઇ ગઇ હતી. તેણે ટ્વિટને રીટ્વિટ કરતાં લખ્યું કે, 'શું થઇ ગયું છે તમને? આવાં વીડિયોને શેર કરવાંનું બંધ કરો.. અમારા માટે જોવો મુશ્કેલ છે. આપને અરજી છે કે, તેને તુંરત જ ડિલીટ કરો. અમને માલૂમ છે કે, તમે તેને કેટલો પ્રેમ કરતાં હતાં. પણ સપોર્ટ કરવાનો આ કોઇ જ રસ્તો નથી. હું હાથ જોડીને આપને કહું છું કે, આ વીડિયો ડિલીટ કરો.'
અંકિતાનાં આ ટ્વિટને જોયાં બાદ કેટલાંક લોકોએ સહમતી જતાવી છે તો કેટલાંક અંકિતા પર જ વરસી પડ્યાં છે અને તેને સંભળાવ્યું છે કે, તેણે વીડિયો કેમ રિટ્વીટ કર્યો છે.
આપને જણાવી દઇએ કે, સુશાંતે 14 જૂનનાં તેનાં બાન્દ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. અંતિમ સંસ્કારમાં અંકિતા લોખંડે શામેલ થઇ ન હતી. તેણે કહ્યું હતું કે તે સુશાંતને નહીં જોઇ શકતી ન હતી. તેથી તે તેનાં અંતિમ સંસ્કારમાં શામેલ થઇ ન હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર