ભીડ વચ્ચેથી પસાર થતી હતી એક્ટ્રેસ, ફેને જબરદસ્તી કરી KISS

News18 Gujarati
Updated: June 6, 2019, 1:59 PM IST
ભીડ વચ્ચેથી પસાર થતી હતી એક્ટ્રેસ, ફેને જબરદસ્તી કરી KISS
જણાવી દઇએ કે, સિંગર અને એક્ટ્રેસ માઇલી સ્પેનનાં બાર્સેલોનામાં તેનાં પતિ લિયામ હેમ્સવર્થ સાથે એક પ્રોગ્રામ માટે ગઇ હતી

જણાવી દઇએ કે, સિંગર અને એક્ટ્રેસ માઇલી સ્પેનનાં બાર્સેલોનામાં તેનાં પતિ લિયામ હેમ્સવર્થ સાથે એક પ્રોગ્રામ માટે ગઇ હતી

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હોલિવૂડ એક્ટ્રેસ અને સિંગર માઇલી સાયરસ સાથે એક વ્યક્તિએ ગેરવર્તણૂક કરી છે. ખરેખરમાં એક્ટ્રેસ તેનાં પતિની સાથે એક પ્રોગ્રામ માટ સ્પેન ગઇ હતી. જ્યાં લોકોની ભીડમાં એક વ્યક્તિએ માઇલીને પકડીને KISS કરવાનો  પ્રયાસ કર્યો હતો. આ વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

જણાવી દઇએ કે, સિંગર અને એક્ટ્રેસ માઇલી સ્પેનનાં બાર્સેલોનામાં તેનાં પતિ લિયામ હેમ્સવર્થ સાથે એક પ્રોગ્રામ માટે ગઇ હતી. જ્યાં ભારે ભીડ જમા થઇ ગઇ હતી. ભીડમાંથી પસાર થતા સમયે તે વ્યક્તિ અચાનક માઇલીને કિસ કરી લે છે. ભીડ એટલી વધુ હતી કે માઇલી કંઇ રિએક્શન જ ન લઇ શકી.


Loading...

જોકે આ ઘટના બાદ માઇલીનાં પતિ લાયમે તેને લોકોથી બચાવતા આગળ વધારી હતી અને તેનાં સુરક્ષા ગાર્ડે વ્યક્તિને ધક્કા મારીને દૂર કર્યો હતો. સોશિયલ મીડિયામાં હાલમાં માઇલી સાથે થયેલા દુરવ્યવહારને લઇને કડક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

'હેના મોટાના' શોથી થઇ ફેમસ
ઉલ્લેખનીય છે કે, માઇલી તેનાં હેના મોટાના શોથી ફેમસ થઇ ગઇ હતી. આ પ્રોગ્રામને લઇને તેને એટલી પસંદ કરવામાં આવી કે ચાર સિઝન સુધી તે ચાલ્યો હતો. આ શો બાદ માઇલીએ તેનાં ચાહકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી હતી.
First published: June 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...