Home /News /entertainment /

કિયારા અડવાણીને મળવા 51 માળ દાદરા ચઢીને પહોંચી ગયો ફેન, જોઇને અભિનેત્રી ડરી

કિયારા અડવાણીને મળવા 51 માળ દાદરા ચઢીને પહોંચી ગયો ફેન, જોઇને અભિનેત્રી ડરી

કિયારા અડવાણી

કિયારા અડવાણીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. દુનિયામાં તેના ફેન્સની સંખ્યા ઓછી નથી. તેનો એવો જ એક પ્રશંસક તેને મળવા માટે તેની 51 માળની બિલ્ડીંગની સીડીઓ ચડીને તેના ઘરના દરવાજા સુધી પહોંચ્યો હતો, જેને આવી હાલતમાં જોઈને અભિનેત્રી ખૂબ જ ડરી ગઈ હતી.

વધુ જુઓ ...
  કિયારા બોલિવૂડની (Kiara Advani) સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. કિયારા અડવાણી હાલમાં તેની ફિલ્મ 'જુગજગ જીયો'ની સફળતાનો આનંદ માણી રહી છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. તેને મળવું એ દરેક ફેનનું સપનું હોય છે. આ દરમિયાન કિયારાએ પોતાના એક ફેન વિશે જણાવ્યું જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. કિયારાના એક ચાહકે માત્ર તેની એક ઝલક મેળવવા (Kiara's fan climbed the stairs of 51 storey building) માટે કંઇક એવું કર્યુ કે સૌ કોઇ ચોંકી ગયા.

  તાજેતરમાં પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કિયારાને પૂછવામાં આવ્યું હતું કે, શું તેના કોઇ ફેન્સે તેના માટે ક્રેઝી એટલે કે પાગલપન ભર્યુ કામ કર્યું છે. જેના જવાબમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેનો એક ચાહક એલિવેટરનો ઉપયોગ કરવાને બદલે તેની બિલ્ડિંગની બધી સીડીઓ ચઢીને ઉપર આવ્યો હતો. આ મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત હતી. તેણે ફેનને ક્હયુ હતુ કે, હું તમને નહીં કહું કે કયો માળ છે, પરંતુ હું ખૂબ જ ઊંચા માળે રહું છું અને તે મને મળવા માટે મારા ફ્લેટની બધી સીડીઓ ચઢીને આવ્યો હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેને ખૂબ જ પરસેવો વળી રહ્યો હતો."

  આ પણ વાંચો -Miss India ઇવેન્ટમાં સલમાન ખાનનું બ્રેસલેટ ગળામાં પહેરી પહોંચી મલાઇકા અરોરા? ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરવા પર થઇ ટ્રોલ

  કેવી હતી કિયારાની પ્રતિક્રિયા?


  કિયારાએ આગળ જણાવ્યું કે, "મેં તેને જોયો અને તરત જ પૂછ્યું, 'શું થયું?' તમે ઠીક છો ને? શું તમે બેસવા માંગો છો? શું તમારે પાણી જોઇએ છે?" જવાબમાં તે ફેને કહ્યું, "ના, હું સીડીઓ ચઢીને આવ્યો છું. હું તો માત્ર એટલું જ કહેવા માંગતો હતો કે તમે મારા માટે કેટલા મહત્વપૂર્ણ છો." કિયારાએ કહ્યું કે તેને વિચાર આવ્યો કે, "પણ શા માટે?" તમે લિફ્ટ પણ લઈ શકતા હતા." કિયારાએ કહ્યું કે આ એક સારી વાત હતી, પરંતુ થોડી "ડરામણી" પણ હતી. તે વ્યક્તિ એક સારો માણસ હતો, પરંતુ તે મનમાં વિચારતી હતી કે 'હવે પછી મારા ઘરે ન આવશો.'

  આ પણ વાંચો -સિની શેટ્ટીએ 14 વર્ષની ઉંમરે જ શીખી લીધુ હતું 'ભરતનાટ્યમ', માર્કેટિંગ કંપનીમાં પણ કરી ચૂકી છે કામ

  વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી હાલમાં જ વરુણ ધવન, નીતુ કપૂર અને અનિલ કપૂર સાથે 'જુગ જુગ જીયો'માં જોવા મળી હતી. આ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો બંનેનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને તેણે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર રૂ. 61.44 કરોડનો આંકડો પાર કર્યો છે. અભિનેત્રી હવે વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથે 'ગોવિંદા નામ મેરા'માં જોવા મળશે. આ ફિલ્મને જોહરના ધર્મા પ્રોડક્શન, ખેતાન અને વાયકોમ18 સ્ટુડિયો પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Kiara Advani

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन