Taaza Khabar trailer Out: પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામની વેબ સિરીઝ 'તાઝા ખબર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. આ શ્રેણી અબ્બાસ દલાલ અને હુસૈન દલાલ દ્વારા લખવામાં આવી છે જેને બીબી કી વાઈન્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
ભુવન બામે દેશના ટોચના યુટ્યુબર્સમાં જોડાઈને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે આ સિરીઝ સાથે તે OTTની દુનિયા તરફ પગ મુકવા જઈ રહ્યો છે. આ વેબ સિરીઝ વાર્તા સફાઈ કામદાર વસંત ગાવડેનું જીવન પર છે. પોતાના રોજબરોજના જીવનની પરેશાનીઓનો સામનો કરી રહેલા વસંતને એક દિવસ ખ્યાલ આવે છે કે તેનામાં એવી શક્તિ છે, જેના કારણે તે આવનારા સમય વિશે અગાઉથી જ જાણે છે. તેમની આ શક્તિને ઓળખ્યા પછી, તેમના જીવનમાં એક મોટો બદલાવ આવે છે.
ભુવનની OTT ડેબ્યૂનો સફર શરુ થયો
આ વેબ સિરીઝ વિશે ભુવને કહ્યું, 'તાજા ખબર' એક અદ્ભુત સિરીઝ છે. આજની માંગ પ્રમાણે આ સિરીઝમાં એક્શન, ડ્રામા અને રોમાન્સ છે. આ વેબ સિરીઝ માનવીની ઈચ્છાઓ અને તેમના જીવનમાં આવતા ઉતાર-ચઢાવને પણ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે હું Disney Plus Hotstar સાથે કામ કરી રહ્યો છું. હિમાંક ગૌર દ્વારા નિર્દેશિત આ સીરિઝ 6 જાન્યુઆરીના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સીરિઝમાં શ્રિયા સેક્સ વર્કરના રોલમાં જોવા મળશે.
" isDesktop="true" id="1300075" >
ભુવન ગયા વર્ષે 'ઢિંઢોરા'માં પણ જોવા મળ્યો હતો
આ પહેલીવાર નથી જ્યારે ભુવન કોઈ શ્રેણીમાં દેખાઈ રહ્યો છે. ગયા વર્ષે પણ ભુવન એક સીરિઝમાં જોવા મળ્યો હતો, જે તેની પોતાની ચેનલ પર રિલીઝ થઈ હતી. ''ઢિંઢોરા'' નામની આ સિરીઝ તેની પોતાની યુટ્યુબ ચેનલ પર આવી હતી, જેમાં ભુવન લગભગ તમામ પાત્રોમાં જોવા મળ્યો હતો. જોકે, તે શ્રેણીમાં ઘણા પ્રખ્યાત કલાકારોએ મહેમાન ભૂમિકાઓ પણ આપી હતી. ''ઢિંઢોરા''નું નિર્દેશન હિમાંક ગૌરે કર્યું હતું.
તમને જણાવી દઈએ કે ભુવનની આ પહેલી વેબ સિરીઝ છે જે અન્ય કોઈપણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ શ્રેણીની વાર્તા પણ ભુવનના પાત્રની આસપાસ ફરે છે. આ સિરીઝમાં શ્રિયા પિલગાંવકર, મહેશ માંજરેકર, જેડી ચક્રવર્તી, દેવેન ભોજાની, શિલ્પા શુક્લા, પ્રથમેશ પરબ અને નિત્યા માથુર મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર