Home /News /entertainment /ટીવીના આ ફેમસ એક્ટરે વિદેશી મહિલા સાથે ગુપચુપ કરી લીધાં લગ્ન! બન્યો દીકરીનો બાપ, રમઝાનમાં કબૂલ્યો ઇસ્લામ

ટીવીના આ ફેમસ એક્ટરે વિદેશી મહિલા સાથે ગુપચુપ કરી લીધાં લગ્ન! બન્યો દીકરીનો બાપ, રમઝાનમાં કબૂલ્યો ઇસ્લામ

વિવિયન ડીસેનાએ એ પણ ખુલાસો કર્યો હતો કે તે વર્ષ 2019 થી ઇસ્લામ ધર્મને અનુસરી રહ્યો છે.

વિવિયન ડીસેનાએ (Vivian Dsena) પોતાના લગ્ન અને પર્સનલ લાઇફ વિશે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે તેના લગ્નને 1 વર્ષ થઈ ગયું છે અને તેને 4 મહિનાની દીકરી પણ છે. વિવિયને એ પણ જણાવ્યું કે તેણે ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે અને ઘણા વર્ષોથી પાંચ વખત નમાઝ અદા કરી રહ્યો છે.

વધુ જુઓ ...
મુંબઈ. વિવિયન ડીસેના (Vivian DSena) પોપ્યુલર ટીવી એકટર રહી ચૂક્યો છે. તેણે પ્યાર કી યે એક કહાની, મધુબાલા-એક ઈશ્ક જુનૂન અને શક્તિ- અસ્તિત્વ કે એહસાસ કી કહાની જેવા ઘણા સુપરહિટ ટીવી શો આપ્યા. તે છેલ્લા મહિનાથી લાઈમલાઈટમાં છે. વિવિયન તેની પર્સનલ લાઇફ વિશે વધુ વાત કરતો નથી.

ગયા મહિને, ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિવિયને ગુપચુપ લગ્ન કરી લીધાં છે. વિવિયન એ તેની લોંગ ટાઇમ પાર્ટનર રહેલી નૌરાન એલી (Vivian DSena Nouran Aly Wedding) સાથે એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. નૌરાન ઇજિપ્તની રહેવાસી છે અને તે પત્રકાર રહી ચૂકી છે. બંનેએ ઇજિપ્તમાં લગ્ન કર્યા હતા. વિવિયને હવે તેના લગ્ન અને પર્સનલ લાઇફ વિશે હવે ખુલીને વાત કરી છે.

આ પણ વાંચો:  40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

વિવિયન ડીસેનાએ (Vivian DSena Daughter) ખુલાસો કર્યો કે તેને 4 મહિનાની દીકરી પણ છે. વિવિયન બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “હા, હું પરિણીત છું અને મને 4 મહિનાની દીકરી છે. આમાં મોટી વાત શું છે અને કોઈને તેનાથી શું તકલીફ થઈ શકે છે. હું મારા લગ્ન અને મારી દીકરીના જન્મને લઇને એનાઉન્સમેન્ટ કરી દેત પરંતુ જ્યારે યોગ્ય સમય આવે ત્યારે જ. મેં એક વર્ષ પહેલાં ઇજિપ્તમાં ખૂબ જ ખાનગી રીતે નૌરાન સાથે લગ્ન કર્યાં."



વિવિયન ડીસેનાએ વધુમાં ઉમેર્યું, “પિતા બનવાનું એક સપનું સાકાર થયું અને આ એક સુંદર અનુભવ છે. જ્યારે પણ હું મારી દીકરીનો હાથ પકડું છું, ત્યારે હું મારી જાતને વિશ્વની ટોચ પર જોઉં છું. અમે અમારી દીકરીનું નામ લયન વિવિયન ડીસેના રાખ્યું છે. હું મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખું છું. હું નથી ઈચ્છતો કે મારો પરિવાર લાઈમલાઈટમાં રહે અને નૌરાનને પણ તે પસંદ નથી. હું મારા પરિવાર સાથે ખૂબ જ સિક્યોર છું.

આ પણ વાંચો:  લગ્ન માટે અમિતાભ બચ્ચનની આવી શરત સાંભળીને દંગ રહી ગઇ હતી જયા, કહ્યું- એવી પત્ની નથી જોઇતી જે...

વિવિયન ડીસેનાએ એ પણ ખુલાસો કર્યો હતો કે તે વર્ષ 2019 થી ઇસ્લામ ધર્મને અનુસરી રહ્યો છે. તેણે કહ્યું, “મારા જીવનમાં કંઈ બદલાયું નથી. હું ખ્રિસ્તી જન્મ્યો હતો, અને હવે હું ઇસ્લામનું પાલન કરું છું. મેં 2019 માં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ઇસ્લામને અનુસરવાનું શરૂ કર્યું.


દિવસમાં 5 વખત નમાઝ અદા કરે છે વિવિયન ડીસેના


વિવિયન ડીસેનાએ કહ્યું, “મને દિવસમાં 5 વખત નમાઝ અદા કરવાથી ઘણી શાંતિ અને આશ્વાસન મળે છે. તેથી, અહીં મેં તમામ અનિચ્છનીય અટકળોનો અંત લાવી દીધો છે. તમને જણાવી દઈએ કે, વિવિયનના અગાઉ એક્ટ્રેસ વાહબિઝ દોરાબજી સાથે લગ્ન થયા હતા. 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા. વિવિયન છેલ્લે ટીવી શો 'સિર્ફ તુમ'માં જોવા મળ્યો હતો, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓફ એર થયો હતો.
First published:

Tags: Islam, Latest TV News, Tv Actor, Tv news