આજે નાના બાળકોથી લઈને મોટેરાઓમાં એક સિરિયલ ખુબ જ પ્રચલિત છે, આ સિરિયલના પાત્રો પણ લોકોને બરાબર યાદ છે, અમે વાત કરી રહ્યા છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિષે. આ સિરિયલમાં મુખ્ય ભૂમિકા ગુજરાતી એક્ટર દિલીપ જોશી કે જેઓ જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે.
સંજય વાઘેલા, જામનગર: આજે નાના બાળકોથી લઈને મોટેરાઓમાં એ ક ટીવી સિરિયલ ખુબ જ પ્રચલિત છે, આ સિરિયલના પાત્રો પણ લોકોને બરાબર યાદ છે, અમે વાત કરી રહ્યા છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં (Tarak Maheta Ka Oolta Chashma)વિશે. આ સિરિયલમાં મુખ્ય ભૂમિકા ગુજરાતી એક્ટર દિલીપ જોશી(Dilip Joshi)કે જેઓ જેઠાલાલ (Jethalal) નું પાત્ર ભજવી રહ્યા છે તેઓ ખુબ જ ફેમસ છે. તમામ લોકો આજે દિલીપ જોશીને જેઠાલાલ તરીકે વધુ ઓળખે છે. ત્યારે દિલીપ જોશી જામનગર (Jamnagar) ની ટૂંકી મુલાકાતે આવ્યા હતા, જેઠાલાલને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો દોડી આવ્યા હતા. જામનગરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતીથી તરીકે મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર BAPS સ્વામિનારાયણના સત્સંગી દિલીપભાઈ જોષી ઉર્ફે જેેઠાલાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગરમાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર તારીખ 01/05/2022 ના રોજ શતાબ્દી સેવક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર સત્સંગી દિલીપભાઈ જોશી ઉર્ફે જેઠાલાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ જોશી સિવાય જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા પણ હાજર રહ્યા હતા. આ સમારોહ દરમ્યાન દિલીપ જોષીએ સંબોધન પણ કર્યું હતું, જેમાં તેઓજે જણાવ્યું કે ખરેખર ભગવાને કૃપા કરી, મનેય એમ કે રવિસભા રહી જશે, પરંતુ એમ ન થયું.
BAPS સ્વામિનારાયણ મંદિર તારીખ 01/05/2022 ના રોજ શતાબ્દી સેવક અભિવાદન સમારોહમાં કુલ 1152 શતાબ્દી સેવક, કુલ 63847 પરિવાર સાથે સંપર્ક થયેલ, અને કુલ 383082 વ્યક્તિનો સંપર્ક થયેલ.
ત્યારે દિલીપ જોશી જામનગરવ(Jamnagar) ની ટૂંકી મુલાકાતે આવ્યા હતા, જેઠાલાલને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો દોડી આવ્યા હતા. જામનગરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય અતીથી તરીકે મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર BAPS સ્વામિનારાયણના સત્સંગી દિલીપભાઈ જોશી ઉર્ફે જેઠાલાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર