10 નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ડાયરેક્ટરનું નિધન, કમલ હસન માટે ખાસ હતા KS Sethumadhavan
10 નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ડાયરેક્ટરનું નિધન, કમલ હસન માટે ખાસ હતા KS Sethumadhavan
સેતુમાધવને નેશનલ એવોર્ડ સહિત 9 કેરળ ફિલ્મ એવોર્ડ જીત્યા હતા
ફિલ્મ ઉદ્યોગ (Indian Cinema)ના જાણીતા દિગ્દર્શક કે એસ સેતુમાધવન (K. S. Sethumadhavan)નું શુક્રવારે (24 ડિસેમ્બર) ચેન્નાઈમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.
ફિલ્મ ઉદ્યોગ (Indian Cinema)ના જાણીતા દિગ્દર્શક કે એસ સેતુમાધવન (K. S. Sethumadhavan)નું શુક્રવારે (24 ડિસેમ્બર) ચેન્નાઈમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું. મલયાલમ સિનેમા (malayalam cinema)માં મુખ્યત્વે કામ કરનારા વખાણાયેલા દિગ્દર્શક 90 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમની પત્ની વલસાલા સેતુમાધવન છે; તેમને ત્રણ બાળકો છે: સંતોષ, ઉમા અને સોનુકુમાર.
સેતુમાધવને નેશનલ એવોર્ડ સહિત 9 કેરળ ફિલ્મ એવોર્ડ જીત્યા હતા
સેતુમાધવનને તેમના શ્રેષ્ઠ દિગ્દર્શન દ્વારા 10 નેશનલ ફિલ્મ પુરસ્કારો અને નવ કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમણે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા. શિવકુમાર અને રાધા અભિનીત તેમની તમિલ ફિલ્મ 'મરુપક્કમ' માટે તેમને 1991માં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. 2009માં કે.એસ. સેતુમાધવન દ્વારા નિર્દેશિત જે.સી. ડેનિયલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
મલયાલમ સિનેમામાં સેતુમાધવનનું મહત્વનું યોગદાન
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, સેતુમાધવન એ જ નિર્દેશક હતા, જેમણે 1962માં મલયાલમમાં 'કન્નમ કરલુમ'માં કમલ હસન (kamal haasan)ને બાળ કલાકાર તરીકે રજૂ કર્યા હતા. તેમના મૃત્યુ પર, કમલ હસને તમિલમાં પોસ્ટ કરેલા તેમના સોશિયલ એકાઉન્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે લખ્યું, 'કેએસ સેતુમાધવન, જેમણે સ્ક્રીન પર ટાઈમલેસ એપિકનું નિર્માણ કર્યું, જે નવી લહેર સિનેમાનો સ્ત્રોત છે. જે મલયાલમ ફિલ્મ ઉદ્યોગની ગુણવત્તા નક્કી કરવા માટેની મૂળભૂત ચાવીઓમાંની એક હતી. તેમની કલાત્મક સિદ્ધિઓ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે..સારા સિનેમાના શિક્ષક સેતુ સરને મારી શ્રદ્ધાંજલિ.'
KS સેતુમાધવન (15 મે 1931 – 24 ડિસેમ્બર 2021) એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને પટકથા લેખક હતા, જેમણે મુખ્યત્વે મલયાલમ સિનેમામાં કામ કર્યું હતું પરંતુ, હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. 1960ના દાયકાની શરૂઆતથી, તેમણે 60થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જેમાં ઘણી ઐતિહાસિક મલયાલમ ફિલ્મો જેવી કે ઓડીલ નિન્નુ, યક્ષી, કદલપલમ, અચનમ બપ્પયુમ, આરા નાઝીકા નેરમ, પાનીતીર્થ વીદુ, અનુભવંગલ પાલિચકલ, રીબોર્નમ અને ઓપોલ વગેરેનો સમાવેશ થાય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર