Prakash Raj Marriage Viral News: ‘સિંઘમ’ અને (Movie Singham) ‘વોન્ટેટ’ (Movie Wanted) જેવી બોલિવૂડની ફિલ્મોમાં પોતાના અભિનયથી પ્રેક્ષકોને આકર્ષિત કરનારા દિગ્ગજ એક્ટર પ્રકાશ રાજે (Prakash Raj) પોની વર્મા (Pony Verma) સાથે 11 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેમના લગ્ન જીવનના 11 વર્ષ પૂરા થતાં એક્ટરે અનોખા અંદાજમાં તેની ઉજવણી કરી છે. પ્રકાશ રાજે ફરી એક વાર પોતાની પત્ની પોના વર્મા સાથે પોતાના સંતાનોની સમક્ષ બીજી વાર લગ્ન કર્યા છે. આ લગ્નનું કારણ પણ તેમના સંતાનો જ હતા અને તેનો ઉલ્લેખ તેમણે પોતાની સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટમાં કર્યો છે.
પ્રકાશ રાજે પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરતાં જણાવ્યું કે, તેમણે પોતાની પત્ની પોની વર્મા સાથે ફરી એક વાર લગ્ન કર્યા છે....કારણ કે તેમનો દીકરો વેદાંત તેમના લગ્ન ફરીથી થતા જોવા માંગતો હતો. પારિવારિક ક્ષણ. આ તસવીરોમાં પ્રકાશ રાજ પોતાની પત્ની અને બાળકોની સાથે જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં એક્ટર પોતાની પત્નીને Kiss કરતાં પણ જોવા મળી રહ્યા છે.
મૂળે, મંગળવારે પ્રકાશ રાજ અને પોની વર્માની વેડિંગ એનવર્સરી (Prakash Raj Pony Verma Wedding Anniversary) હતી. આ પ્રસંગને સેલિબ્રેટ કરતા લખ્યું કે, આ કેટલું સરસ રહ્યું... મારી આટલી સારી દોસ્ત બનવા માટે... એક પ્રેમિકા અને એક શાનદાર સહ-યાત્રી બનવા માટે મારી ડાર્લિંગ પત્નીનો આભાર.
નોંધનીય છે કે, પ્રકાશ રાજને 45 વર્ષની ઉંમરે પોતાની પત્ની પોની સાથે પ્રેમ થયો હતો. તેમણે વર્ષ 2010માં લગ્ન કરી દીધા હતા. પ્રકાશ રાજ (Prakash Raj) અને પોની વર્મા (Pony Verma) એક ફિલ્મ સેટ પર પહેલીવાર મળ્યા હતા, જ્યાં પોની તેમના એક ગીતની કોરિયોગ્રાફી કરી રહી હતી. પ્રકાશ રાજ પોતાની પહેલી પત્ની લલિતા કુમારીથી વર્ષ 2009માં અલગ થયા હતા. વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો પ્રકાશ રાજ હાલમાં મણિરત્નમ (Mani Ratnam)ની રિલીઝ થયેલી સીરીઝ નવરસમાં (Navarasa) જોવા મળ્યા છે.
એક્ટર પ્રકાશ રાજે માત્ર તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પ્રકાશ રાજે બોલિવૂડ ફિલ્મોમાં મોટાભાગે વિલનની ભૂમિકા નિભાવી છે. તેમને વિલનના પાત્રમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. એક્ટિંગથી પ્રસિદ્ધિ મેળવનારા પ્રકાશ રાજ પોતાની પર્સનલ લાઇફને લઈ ઘણા ચર્ચામાં રહે છે.