Home /News /entertainment /

કપિલના ચાહકો માટે ખરાબ સમાચાર! શું બંધ થઇ જશે નવો શો?

કપિલના ચાહકો માટે ખરાબ સમાચાર! શું બંધ થઇ જશે નવો શો?

  કપિલ શર્માનું નામ કોમેડીની સાથે જોડાવવા કરતા વધારે વિવાદો સાથે જોડાઇ ગયું છે. હાલમાં જ તેનો નવો શો ફેમિલી ટાઇમ વિધ કપિલની શરૂવાત સારી નથી રહી. જેને દર્શકોએ પસંદ નથી કર્યો. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ શોના ત્રણ એપિસોડ ઓનએર થયા પરંતુ ચોથો એપિસોડ શનિવાર રાતે ટેલિકાસ્ટ ન થયો.

  શો ટેલિકાસ્ટ ન થવાના કારણો તપાસતા ખબર પડી કે નવા એપિસોડની શૂટિંગ થઇ ન હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે કપિલ પોતાના ટ્વિટર વોરમાં બિઝી હતો. કોમેડિયને રાની મુખર્જીનો શૂટ કેન્સલ કરી દીધા પછી પ્રોડક્શન હાઉસ સાથે કોઇ કનેક્શન પણ રાખ્યો ન હતો. એક રિપોર્ટ પ્રમાણે આ આખા મામલામાં ધ ફેમીલી ટાઇમ વિથ કપિલ શોના પ્રોડ્યુસર કપિલ સાથે મીટિંગ કરવાના છે. જેના પરથી નક્કી થશે કે કપિલ નવો શો આગળ લઇ જશે કે નહીં.

  AUDIO વાયરલ: કપિલ શર્માએ ન્યૂઝ એડિટરને આપી ગંદી ગાળો

  હાલમાં જ કપિલે જર્નાલિસ્ટ અને એક્સ-ગર્લફ્રેન્ડ સામે એફઆઈઆર નોંધાવી છે. થોડા દિવસો પહેલા કપિલ શર્માએ જર્નાલિસ્ટને આપત્તિજનક ટ્વિટ પણ કર્યા હતાં. તેનો ઓડિયો પણ સામે આવ્યો હતો. જેમાં કપિલે ઘણી જ ગાળો બોલી રહ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Kapil Sharma, Sony TV

  આગામી સમાચાર