Home /News /entertainment /KBC 10 : મા નર્મદાની આરતી લઇને પહોચ્યો સ્પર્ધક, સાચો જવાબ આપીને પણ ન જીતી શક્યો 25 લાખ
KBC 10 : મા નર્મદાની આરતી લઇને પહોચ્યો સ્પર્ધક, સાચો જવાબ આપીને પણ ન જીતી શક્યો 25 લાખ
સાત કરોડ જીતીને તે ગરીબ બાળકો માટે નિશુલ્ક પ્રોફેશનલ કોર્સિસ માટે ઇનસ્ટીટ્યૂટ બનાવવા ઇચ્છે છે. ફૈઝના નાનાજી શાયર હતાં. અને ત્યાંથી જ તેમને શાયરીનો શોખ છે.
સાત કરોડ જીતીને તે ગરીબ બાળકો માટે નિશુલ્ક પ્રોફેશનલ કોર્સિસ માટે ઇનસ્ટીટ્યૂટ બનાવવા ઇચ્છે છે. ફૈઝના નાનાજી શાયર હતાં. અને ત્યાંથી જ તેમને શાયરીનો શોખ છે.
મુંબઇ: કોન બનેગા કરોડપતિની સિઝન 10માં મંગળવારે હોટ સીટ સુધી પહોચવાની તક મળી હોશંગાબાદનાં એક ટીચર ફૈઝ મોહમ્મદ ખાનને. પોતાના માટે જીવનથી ફક્ત બે વસ્તુઓ ઇચ્છે છે ફૈઝ એક સ્વસ્થ જીવન અને સુંદર પત્ની. આમ તો ફૈઝને તેમનાં નામ પ્રમાણે જ શાયરી પણ ખુબ પસંદ છે અને તેમણે KBC દરમિયાન અમિતાભને ઘણી જ સુંદર શાયરીઓ પણ સંભળાવી હતી.
સાત કરોડ જીતીને તે ગરીબ બાળકો માટે નિશુલ્ક પ્રોફેશનલ કોર્સિસ માટે ઇનસ્ટીટ્યૂટ બનાવવા ઇચ્છે છે. ફૈઝના નાનાજી શાયર હતાં. અને ત્યાંથી જ તેમને શાયરીનો શોખ છે.
અમિતાભે પણ તેમનાંથી શાયરી સાંભળવાની ફરમાઇશ કરી. તેનાં પર ફૈઝે શેર અર્ઝ કર્યો કે,
''मेरा अंदाज मेरे राज को राज नहीं रहने देता अक्सर ही छिपाता हूं अंदाज-ए-शायर शहर मुंबई से सुना है फैज ने ये शहर शायर को शहर में नहीं रहने देता जान लेता है और आखिरी ख्वाहिश भी नहीं कहने देता मेरा अंदाज मेरे राज को राज नहीं रहने देता''
અમિતાભને ફૈઝની શાયરી ખુબજ પસંદ આવી અને તેમણે ફૈઝને કહ્યું કે, તે તેમની શાયરીની કિતાબ જરૂરથી છપાવે. એટલું જ નહીં, ઘણાં જ આત્મવિશ્વાસથી સવાલનાં જવાબ પણ ફૈઝે આપ્યા છે. ફૈઝે અમિતાભથી એક એવી રિક્વેસ્ટ કરી કે જે ઘણાં લોકો માટે તે અનોખી હતી
Jinki judi hain iss mulk se apni jaan aur aashayein, aa rahen hain woh gyaan ke iss duswe adhyaay mein. Miliye Faiz Khan se @SrBachchan ke saath, #KBC mein aaj raat 9 baje. pic.twitter.com/r1mNiFID6R
ફૈઝે બિગ બીને કહ્યું કે, જે રીતે તેમણે હનુમાન ચાલીસા તેમનાં અવાજમાં રેકોર્ડ કરાવી છે તે રીતે તે નર્મદાજીની આરતી પણ રેકોર્ડ કરે. વાત અહીં જ અટકી નહીં. ફૈઝ તેમની સાથે નર્મદાજીની આરતીની બૂક પણ લઇને આવ્યા હતાં. તેમણે KBCનાં મંચ પર જ બિગ બીને તે આરતી વાંચવા તે કિતાબ આપી.
ફૈઝ શોમાં 25 લાખનાં પ્રશ્નમાં અટવાઇ જાય છે અને તેઓ શો ક્વિટ કરવાનો નિર્ણય લે છે. બાદમાં તે પ્રશ્નનો જવાબ આપે છે જે સાચો રહે છે. તેઓ શો પરથી 12.5 લાખ રૂપિયા જીતીને જાય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર