Home /News /entertainment /

પુષ્પા-2 જ નહીં પણ પુષ્પા 3 પણ આવશે, આ અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

પુષ્પા-2 જ નહીં પણ પુષ્પા 3 પણ આવશે, આ અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

પુષ્પા 2ની સાથે પુષ્પા 3 પણ આવશે.

સુકુમાર દિગ્દર્શિત પુષ્પા(Film Pushpa) માનો હવે ફ્રેન્ચાઇઝી બની ગઇ છે. આ વાતનો ખુલાસો ફિલ્મના એક્ટર ફહાદે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. ઝૂકેગા નહીં.. આ ડાયલોગ ફિલ્મ ગબ્બરના ડાયલોગ કરતાં પણ વધુ લોકપ્રિય બની ગયો છે.

સુકુમાર દિગ્દર્શિત પુષ્પા(Film Pushpa) માનો હવે ફ્રેન્ચાઇઝી બની ગઇ છે. આ વાતનો ખુલાસો ફિલ્મના એક્ટર ફહાદે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. ઝૂકેગા નહીં.. આ ડાયલોગ ફિલ્મ ગબ્બરના ડાયલોગ કરતાં પણ વધુ લોકપ્રિય બની ગયો છે.

અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાન્ના (Rashmika Mandana) અભિનીત ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. આ ફિલ્મનો બીજો ભાગ પણ આવી રહ્યો છે. આ ફિલ્મ વિશે દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. ક્યારેક ફિલ્મની સ્ટોરી લીક થઈ રહી છે તો ક્યારેક ફિલ્મમાં કોઈ નવા અભિનેતાની એન્ટ્રી થઈ રહી છે. 'પુષ્પા 2'ની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ (Pushpa 2 Release Date) જાહેર કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વિઝ્યુઅલ અને મનોરંજન વધુ મોટું અને વધુ જોવાલાયક બનવાનું છે. ફિલ્મનું બજેટ પણ 350 કરોડ રૂપિયાનું થઈ ગયું છે, તેના પરથી તમે સમજી શકો છો કે બીજો ભાગ કેવો જાદુ ચલાવી શકે છે.

હવે આ દરમિયાન પુષ્પા ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળેલા ફહાદ ફૈસીલે પુષ્પા 3 (Fahad Faasil on Pushpa 3) વિશે એક હિંટ આપી છે. 'પુષ્પા 3'ના સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.

શું હિંટ આપી ફહાદ ફૈસીલે?

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા'માં આઈપીએસ ભંવર સિંહ શેખાવતની ભૂમિકામાં જોવા મળનાર અભિનેતા ફહાદ ફાસીલ આજકાલ પોતાની ફિલ્મ 'મલયંકુંજૂ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે કંઈક કહ્યું હતું, જે બાદ પુષ્પા 3ને લઈને ચર્ચા થઈ હતી. એક ઈન્ટરવ્યૂમાં ફહાદ ફાસીલે પુષ્પા ફિલ્મ વિશે વાત કરી હતી. તેણે કહ્યું "જ્યારે સુકુમાર સરે મને વાર્તા કહી ત્યારે આ ફિલ્મ એક ભાગમાં બનવાની હતી. પરંતુ ત્યારબાદના કેટલાક સીન બે ભાગ માટે આયોજિત કરવામાં આવ્યા. તેમણે વધુમાં કહ્યું કે, સુકુમાર સરે મને પુષ્પા 3 માટે તૈયાર રહેવાનું કહ્યું છે. ફહાદ ફાસીલનું આ નિવેદન સામે આવ્યા બાદ ફેન્સ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

ક્યારે રીલીઝ થશે બીજા ભાગ?

ફિલ્મ 'પુષ્પા: ધ રાઇઝ' બાદ ફેન્સ ઘણા લાંબા સમયથી પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા હતા. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2023ના છેલ્લા મહિનામાં આવી શકે છે. જોકે, ઓફિશ્યલી હજુ સુધી કંઇજ આ અંગે જાહેર કરવામાં આવ્યું નથી.
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन