Home /News /entertainment /

MeToo: રેપના કથિત આરોપી સુભાષ ઘઇ વિરુદ્ધ ફડણવીસ સરકારનું કડક વલણ

MeToo: રેપના કથિત આરોપી સુભાષ ઘઇ વિરુદ્ધ ફડણવીસ સરકારનું કડક વલણ

સુભાષ ઘઇ, ફાઇલ ફોટો

    મુંબઇ: બોલિવૂડનાં પ્રખ્યાત ડિરેક્ટર પર રેપ અને શારીરિક છેડતીનાં કેટલાંક આરોપો છેલ્લા કેટલાંક દિવસમાં લાગ્યા છે. જે બાદ માહારાષ્ટ્ર સરકાર દ્વારા સુભાષ ઘઇને તેમની ફિલ્મ સ્કૂલ બદલ જે જમીન ફાળવવામાં આવી હતી તેનાં પર સવાલ કરવામાં આવ્યા હતાં. મુંબઇમાં જ ભાજપનાં કેટલાંક નેતાઓએ આ જીમન ફાળવણી પાછી ખેચી લેવાની વાત કરી તી. જે બાદ ફડણવીસ સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    સુભાષ ધઇ વિરુદ્ધ સેક્સુઅલ હરેસમેન્ટનાં કેટલાંક ચાર્જીસ લાગ્યા બાદ ફડણવીસ સરકાર દ્વારા મત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, ફિલ્મ સિટીમાં સુભાષ ઘઇની ફિલ્મ સ્કૂલ માટે સરકાર દ્વારા 5.5 એકરની જમીન લિઝ પર આપવામાં આવી છે. આ મામલે મુંબઇ યુનિટનાં ભાજપ સેક્રેટરી વિવેકાનંદ ગુપ્તાએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

    ભાજપ સેક્રેટરી વિવેકાનંદ ગુપ્તા દ્વારા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કલચર મિનિસ્ટર વિનોદ તાવડેને ટેગ કરીને ટ્વિટ કરી છે કે, સુભાષ ઘઇને બે અઠવાડિયા પહેલાં કેબિનેટ મિંટિગમાં લીઝ પર જે 5.5 એકરની જમીન ફિલ્મ સિટી સ્ટૂડિયોમાં ફિલ્મ સ્કૂલ ચલાવવા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે પાછો ખેંચી લેવામાં આવે. જે બાદ ફડણવીસ સરકાર તરફથી સુભાષ ઘઇને આપેલી જમીન પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    આપને જણાવી દઇએ કે બે મહિલાઓએ સુભાષ ઘઇ પર રેપ અને શારીરિક છેડતીનાં આરોપ લગાવ્યા છે. એકમાં પીડિત મહિલાની વાતચીતનાં સ્ક્રિન શોટની તસવીરો ફરતી થઇ હતી. જે મહિમા કુકરેજા નામની રાઇટરે તેમનાં ટ્વિટર પેજ પર શેર કરી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Metoo, Subhash Ghai, આરોપી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन