Home /News /entertainment /Fact Check: 'દાઉદ' સાથે હાથ મિલાવતા નજર આવ્યાં અમિતાભ બચ્ચન, અભિષેક જણાવ્યું ફોટાનું સત્ય
Fact Check: 'દાઉદ' સાથે હાથ મિલાવતા નજર આવ્યાં અમિતાભ બચ્ચન, અભિષેક જણાવ્યું ફોટાનું સત્ય
અમિતાભ બચ્ચન અને દાઉદની વાયરલ તસવીર
ફોટોમાં નજર આવી રહેલી વ્યક્તિ હૂબહૂ દાઉદ જેવી લાગે છે. એવામાં આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેને લઇને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ટ્રોલ થઇ રહ્યાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ શંહશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની એક તસવીર સોશિયલ મીડિયા (Social Meida) પર ખુબજ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં બિગ બી એક વ્યક્તિ સાથે હાથ મિલાવતા નજર આવે છે. દાવો છે કે, તસવીરમાં અમિતાભ બચ્ચન જે વ્યક્તિ સાથે નજર આવે છે. તે અન્ય કોઇ નહીં પણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) છે. આ વ્યક્તિ હૂબહૂ દાઉદ જેવો જ લાગે છે. એવામાં આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અમિતાભ બચ્ચન ભારે ટ્રોલ થઇ રહ્યાં છે જેનાં પર અભિષેક બચ્ચને જવાબ આપ્યો છે.
આ વાયરલ તસવીરની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'રિશ્તે મે તો હમ તુમ્હારે બાપ હોતે હે, પર મે આપકાં ગુલામ હું.' કેપ્શની સાથે શેર કરવામાં આવેલી આ તસવીર જૂની છે પણ હાલમાં જ્યારે જયા બચ્ચને રાજ્યસભામાં બોલિવૂડ અને ડ્રગ્સ કનેક્શન અંગે પોતાનો મત જણાવ્યો ત્યારે હવે આ તસવીર વાયરલ થઇ રહી છે. પણ પિતાનાં બચાવમાં આવેલાં અભિષેક બચ્ચને આ અંગે સ્પષ્ટતા આપી છે.
भईसाहब, यह फ़ोटो मेरे पिताजी और महाराष्ट्र के पूर्व मुख्य मंत्री श्री अशोक शंकरराव चव्हाण की हैं।
🙏🏽
એક ટ્વિટર યૂજર જેણે આ તસવીર શેર કરી હતી તેને જવાબ આપતાં અભિષેક લખે છે કે, 'ભાઇ સાહેબ, આ ફોટો મારા પિતા અમિતાભ બચ્ચન અને મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી શંકર રાવ ચૌહાણની છે. ' અભિષેકે આ જવાબ બાદ યૂઝરે ફોટો ડિલીટ કરી નાંખી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ કરી રહ્યાં છે. બિગ બી હાલમાં કોરોને માત આપીને પરત આવ્યાં છે. તેથી તે તેમનાં સ્વાસ્થ્ય સાથે કોઇ જ સમજૂતી કરવા માંગતા નથી. તેમણે પોતાનાં ફેસ શીલ્ડ અંગે બિગ બી ટ્રોલર્સનો નિશાને હતાં. કારણ કે શિલ્ડ જ તેમનાં નાક અને આંખથી ઢંકાયેલી હતી પણ મો નહીં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર