Home /News /entertainment /

શારીરિક શોષણનાં કેસની કહાની જેણે બદલી નાંખી હતી માઇકલ જેક્સનની જિંદગી

શારીરિક શોષણનાં કેસની કહાની જેણે બદલી નાંખી હતી માઇકલ જેક્સનની જિંદગી

માઇકલ પર બાળકોનાં યૌન શોષણનાં આરોપનો સિલસિલો ચાલી પડ્યો. એક પણ કેસમાં કોર્ટે માઇકલને દોષીત ન ઠેરવ્યો. પણ માઇકલનું કરિઅર અને છબી બંને નષ્ટ થતી ગઇ

માઇકલ પર બાળકોનાં યૌન શોષણનાં આરોપનો સિલસિલો ચાલી પડ્યો. એક પણ કેસમાં કોર્ટે માઇકલને દોષીત ન ઠેરવ્યો. પણ માઇકલનું કરિઅર અને છબી બંને નષ્ટ થતી ગઇ

  'ડેન્જરસ' આલબમ રિલીઝ થઇ ગયુ છે અને માઇકલ 'ડેન્જરસ વર્લ્ડ ટૂર' માટે દેશ વિદેશમાં પરફોર્મન્સ કરવામાં બિઝી હતો. ત્યારે 1993નાં ઉનાળામાં માઇકલ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લાગ્યો. અને માઇકલનું જીવન એક વર્ષ સુધી અસ્ત વ્યસ્ત થઇ ગયું. આ કેસને બંધ કરી દેવામાં આવ્યો પણ આ બાદ માઇકલ પર બાળકોનાં યૌન શોષણનાં આરોપનો સિલસિલો ચાલી પડ્યો. એક પણ કેસમાં કોર્ટે માઇકલને દોષીત ન ઠેરવ્યો. પણ માઇકલનું કરિઅર અને છબી બંને નષ્ટ થતી ગઇ.

  મે 1992માં શેડલર પરિવાર સાથે મુલાકાત બાદ માઇકલની નજદીકીઓ વધી. ઇવાન શેડલર તેની પત્ની જૂનતી અલગ થઇ ગયો હતો અને 13 વર્ષનો દીકરો જોર્ડનની દેખરેખની જવાબદારી તેને મળી હતી. ઇવાન ઘણી વખત તેનાં દીકરા જોર્ડનને મળતો હતો અને તે તેની સાથે લગાવ રાખતો હતો. કોર્ટનાં આદેશ મુજબ જોર્ડનની પરવરિશ માટે ઇવાનને જે ભત્થુ આપવાનું હોતુ હતું ઇવાન લાબા સમય સુધી પૂર્ણ કરી શક્યો ન હતો.

  બાળકો પ્રત્યે માઇકલનો પ્રેમ જગજાહેર હતો. કારણ કે તે ઘણાં બધા બાલખોની સાથે સમય વિતાવતો હતો. બાળકોની આ ફેહરિસ્તમાં જોર્ડનનું નામ શઆમેલ થયું. જેની સાથે માઇકલને લગાવ હતો. 1993માં 'ડેન્જરસ વર્લ્ડ ટૂર'માં માઇકલ તેની સાથે જોર્ડનને પણ વિદેશમાં થનારી ઇવેન્ટમાં લઇ જવાની ઇચ્છા રાખતો હતો. ખરેખરમાં જોર્ડન, ઉર્ફે જોર્ડી ખુબ સમય સુધી માઇકલનો ફેન હતો અને તે તેનાં જેવો કલાકાર બનવા ઇચ્છતો હતો. તેથી તેને માઇકલ સાથે વધુ પડતો લગાવ પણ હતો.

  શેંડલર પરિવાર અને જોર્ડનની સાથે માઇકલની નજદીકીઓ એટલી વધી ગઇ હતી કે, સમાચારમાં તો એવું પણ કહેવાતુ કે માઇકલે આ પરિવારને જ દત્તક લઇ લીધો છે. આ વચ્ચે 1993ની રજાઓમાં એક દિવસ ઇવાને માઇકલને પુછ્યું હતું કે, તુ મારા દીકરા જોર્ડનની સાથે સેક્સ માણે છે? તેનાં પર માઇકલે ઇનકાર કરતાં ઇવાનને સમજાવ્યો હતો. જે બાદ માઇકલ માટે ઇવાનની ધારણા બદલાઇ ગઇ હતી.

  ખરેખરમાં ડેસન્ટિસ્ટ અને લેખક ઇવાનની પત્ની તેનાં અલગ થઇ ગઇ હતી અને દીકરો જોર્ડન પણ માઇકલની સાથે એટલો સેટ થઇ ગયો હતો કે તે પોતાને એકલો અનુભવવા લાગ્યો હતો. માઇકલની સાથે જોર્ડન અને જૂન વીકેન્ડ વિતાવવા ફરવા જતાં. મ્યૂઝિક એવોર્ડ્સ શોમાં જતા અને અન્ય ઘણી જગ્યાએ તેઓ સાથે જતાં. ઇવાનને લાગતું હતું કે તેની તરફ કોઇ ધ્યાન આપતુ નથી. તેણે પ્રયાસ પણ કર્યો કે માઇકલ અને જોર્ડનને તેનાં ઘરે બોલાવીને સાથે સમય વિતાવવા પણ કહ્યું.

  મે 1993માં માઇકલ અને જોર્ડન બંને ઇવાનની સાથે તેનાં ઘરમાં 5 દિવસ રજાઓ વિતાવવા રોકાયા. આ દરમિયાન માઇકલ અને જોર્ડન નો એક સાવકો ભાઇ પણ તેમની સાથે હતો. ઇવાનને ત્યારે શંકા ગઇ કે માઇકલ અને તેનાં દીકરાનાં શારીરિક સંબંધ છે. ઇવાને ચોરી છુપકે તેનાં પર નજર રાખવાની શરૂ કરી. પણ તેને ક્યારેય માઇકલ અને ઇવનને કપડાં વગર કે કોઇ પ્રકારનાં સંબંધ બાંધતા જોયા ન હતાં.

  જુલાઇ 1993માં ઇવાને કોઇની સાથે ફોન પર વાતચીત કરતાં કહ્યું કે,
  'માઇકલ શેતાન છે તેનાંથી પણ વધુ ખરાબ છે. અને મારી પાસે પુરાવા છે જે આ વાત સાબિત કરી શકે છે. જો મે આ પુરાવા જાહેર કરી દીધા તો દરેક કિંમતે મારી જીત થશે. અને માઇકલ બરબાદ થઇ જશે. તેનું કરિઅર ખત્મ થઇ જશે. અને તેની ઇજ્જત અને નકાબ એ રીતે ઉતરશે જે કોઇએ વિચાર્યુ પણ નહીં હોય. મારો દાવો છે કે આ બાદ માઇકલનું પણ એક પણ આલબમ નહીં વેચાય'

  એવાં શું પુરાવા છે ઇવાનની પાસે? કે ઇવાન કોઇ કાવતરું રચી રહ્યો હતો? હવે માઇકલની વિરુદ્ધ ઇવાનનાં બાળ યૌન શોષણ એટલે કે જોર્ડનની સાથે યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો. આ સમાચાર આખી દુનિયામાં ફેલાઇ ગયા કારણ કે માઇકલ જેક્સન દુનિયાનાં ખુબજ કામયાબ કલાકારમાંથી એકછે. આ કેસમાં રોજ નવાં નવાં વળાંક આવવા લાગ્યા અને માઇકલ વિરુદ્ધ આ આરોપોને લઇને દુનિયા બે ભાગમાં વહેચાઇ ગઇ. એક તરફ માઇકલનાં સમર્થક આ કેસને એક લાલચી બાપનું કાવતરું કહેવા લાગ્યા તો મીડિયા અને લોકોનો એક સમૂહ માઇકલને દોષીત કરાર ઠેરવવામાં લાગી ગયું.

  માઇકલની તરફથી ઘણાં પ્રકારની પ્રેસ કોન્ફરન્સ થવા લાગી એક કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે, ઇવાને આ કેસને બધ કરવાની એવજમાં માઇકલ પાસે 20 મિલિયન ડોલરની માંગણી કરી છે. બંને બાળકોએ એક કોન્ફરન્સમાં કહ્યું કે, માઇખલની સાથે તે ઘણી વખત એક જ પલંગમાં સુતા છે પણ તેવું ક્યારેય નથી થયુ કે માઇકલે તેમની સાથે કંઇક ખોટુ કરવાનો પ્રયાસ કર્યો હોય. માઇકલનાં પરિવારે મીડિયાને કહ્યું કે તમામ આરોપો તદ્દન જુઠ્ઠા છે. અને માઇકલની સંપત્તી તેમજ શોહરતને નુક્શાન પહોચાડવાનો જ આ લોકોનો ઇરાદો છે.
  Published by:Margi Pandya
  First published:

  આગામી સમાચાર