વેલેન્ટાઇન વીકમાં વાયરલ થઈ રહેલી આંખ મારતી આ યુવતી છે કોણ?

અભિનેત્રી પ્રિયા પ્રકાશ

લોકો વિચારી રહ્યા છે કે જેના પાછળ આખું ઇન્ટરનેટ ગાંડુ થયું છે તે યુવતી આખરે છે કોણ?

 • Share this:
  સુશાંત મોહન

  ઝાકીર ખાનની એક લાઈન છે, અવાર નવાર તે પોતાના શોઝમાં તેનો ઉપયોગ કરે છે. 'વૈસે તો મેં સખ્ત લૌંડા હું, લેકિન કભી કભી પીઘલ જાતા હું.' આજકાલ ઝાકીરની આ લાઈનને એક યુવતીની તસવીર સાથે ઇન્ટરનેટ પર જોરદાર શેર કરવામાં આવી રહી છે. લોકો વિચારી રહ્યા છે કે જેના પાછળ આખું ઇન્ટરનેટ ગાંડુ થયું છે તે યુવતી આખરે છે કોણ?

  તમને જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશ વારિયર એક દક્ષિણ ભારતીય અભિનેત્રી છે. તે મલયાલમ ફિલ્મ ઓર અદાર લવ(Oru Adaar Love)થી પોતાની ફિલ્મની કરિયર શરૂ કરી રહી છે.

  કેરળમાં જન્મેલી આ અભિનેત્રીએ ફિલ્મમાં એક સ્કૂલની સ્ટુડન્ટનો રોલ કર્યો છે. જે એક સેમિનારમાં પોતાના બોયફ્રેન્ડને ખાસ અંદાજમાં આંખ મારતી નજરે પડે છે. તેનો આંખ મારવાનો અંદાજ લોકોનો ખૂબ પસંદ પડી રહ્યો છે.

  3 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મના પ્રમોશન દરમિયાન પ્રિયાનો આ વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો. દર્શકોને આ વીડિયો ખૂબ જ પસંદ પડ્યો હોવાથી તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

  સ્કૂલ લાઇફના રોમાન્સ પર આધારિત આ ફિલ્મનું ગીત તમે અહીં જોઈ શકો છો જેના કારણે આ સમગ્ર કહાણી શરૂ થઈ હતી. આ ફિલ્મના નિર્દેશક ઓમાર લુલુ છે, આ ફિલ્મમાં શાન રહેમાને સંગીત આપ્યું છે.


  આ વીડિયો આવતા જ લોકોએ પ્રિયાના આંખ મારવાના સીનને વાયરલ કરવાનું શરૂ કરી દીધું હતું. વેલેન્ટાઇન વિકમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોને કારણે તે રાતોરાત ફેમસ થઈ ગઈ છે. લોકો એવું માની રહ્યા છે કે તે કોઈ અસલી સ્કૂલની સ્ટુડન્ટ છે અને કોઈ સ્કૂલમાં આવી સાચી ઘટના ઘટી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: