Home /News /entertainment /

EXCLUSIVE: ફેબ્રુઆરીમાં ગહના વશિષ્ઠની ધરપકડ થતા જ ડરી ગયા હતા રાજ કુન્દ્રાનાં બંને PA, વાંચો ચેટ

EXCLUSIVE: ફેબ્રુઆરીમાં ગહના વશિષ્ઠની ધરપકડ થતા જ ડરી ગયા હતા રાજ કુન્દ્રાનાં બંને PA, વાંચો ચેટ

(Photo@ Rajkundra9 and gehana_vasisth/Instagram)

ગહના વશિષ્ઠ (Gehana Vasisth)ની ધરપકડ થતા જ રાજ કુન્દ્રા (Raj Kundra)નાં બંને પીએ ખુબજ ગભરાઇ ગયા હતાં. જ્યારે 7 ફેબ્રુઆરીનાં ગહનાની ઘરપકડ થઇ હતી ત્યારે રાજ કુન્દ્રાનાં PA તરીકે કામ કરનારા ઉમેશ કામત અને પોર્નોગ્રાફી સાથે જોડાયલેાં મોટા નામ યશ ઠાકુર બંને પરેશાન થઇ ગયા હતાં.

વધુ જુઓ ...
    મુંબઇ: મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને અશ્લીલ ફિલ્મો (Pornography Case) બનાવવા અને કેટલીક એપ દ્વારા તેને પ્રસારિત કરવાનાં કેસમાં રાજ કુન્દ્રા (Raj Kundra) પર ગાળીયો કસાઇ રહ્યો છે. આ મામલે રોજ નવાં નવાં ખુલાસા સામે આવી રહ્યાં છે. NEWS18નાં હાથે હવે જે ચેટ્સ લાગી છે તે આ તસવીરને વધારે સ્પષ્ટ કરી રહી છે. જે ગહના વશિષ્ઠ (Gehana Vasisth) રાજ કુન્દ્રાની ધરપકડ બાદથી તેનો બચાવ કરી રહી છે. તેજ ગહેનાની ધરપકડ થતા જ રાજ કુન્દ્રાનાં બંને પીએ ખુબજ ગભરાઇ ગયા હતાં.

    આ પણ વાંચો- રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ : મુંબઈ ક્રાઇમ બ્રાંચની પૂછપરછ સમયે 4 વખતી રડી પડી શિલ્પા શેટ્ટી

    7 ફેબ્રુઆરીએ જ્યારે ગહનાની ધરપકડ થઇ હતી ત્યારે રાજ કુન્દ્રાનાં બે PA તરીકે કામ કરનારા ઉમેશ કામત અને પોર્નોગ્રાફી સાથે જોડાયેલાં યશ ઠાકુર બંને ખુબજ ડરી ગયા હતાં. યશ ઠાકુર Nuefliks નામનું પોર્નોગ્રાફી digital પ્લેટફર્મ ચલાવતો હતો.

    આ પણ વાંચો- જ્યારે પોલીસે શિલ્પાને પૂછ્યું, શું આપ રાજના પોર્ન વીડિયો બિઝનેસ વિશે જાણો છો? તેણે આપ્યો આવો જવાબ

    7 ફેબ્રુઆરીની વાતચીત છે, જ્યારે ગહનાની ધરપકડની વાત સામે આવી છે. આ ચેટ ઉમેશ કામત અને યશ ઠાકુર વચ્ચે છે.

    Y- ગહનાની ધરપકડ થઇ ગઇ છે. મને આઠ લાખ રૂપિયા જોઇએ છે. આજ રાત સુધી તેને છોડાવવા માટે.
    U- પણ બેંકમાંથી કાઢીશ કેવી રીતે? હાલમાં તેનો ફોન સ્વિચ ઓફ આવે છે. આપ જણાવો શું કરું.
    Y- મીડિયાએ ન્યૂઝ પબ્લિશ કરી દીધી છે. આ મોટો કાંડ છે
    U- Nuefliks નું નામ આવ્યું શું?
    Y-'ના હજુ સુધી તો નથી આવ્યું, પણ તે કોર્ટમાં જશે તો બધુ બકી દેશે, Hotshot,તારુ (ઉમેશ કામતનું), Nuefliks'. 'કાઢવી પડશે એને, નહીં તો ખબર નહીં શું મુશ્કેલી આવી ચઢશે.'

    પણ મારી શંકા હજુ પણ એ જ છે, તુ તપાસ કરાવ, જ્યારે ગહના પાસે Nuefliksનો કોઇ પ્રોજેક્ટ જ નહોતો તો તે HotHitની કાસ્ટિંગ માટે જે પોલીસે ટ્રેપ સેટ કર્યો હતો તેને ગહના કેમ રિપ્લાય કરતી હતી. કાં તો ગહેના Hothitથી linked છે. જો રોવા ઉર્ફે યાસ્મીન ખાને તારુ (ઉમેશ કામત), ગહના અને મુકેશનું નામ લીધુ હોત તો પોલીસ ફક્ત ગહનાનાં ઘરે કેમ જતી.

    આ પણ વાંચો- sherlyn chopra:રાજકુન્દ્રા કેસમાં સૌથી પહેલાં નિવેદન આપનારી હિરોઇને શેર કર્યા બોલ્ડ PHOTOS

    થોડા સમય બાદની વાતચીત બાદ યશ ઠાકુર, ગહનાની ધરપકડની ન્યૂઝ લિન્ક્સ પોસ્ટ કરે ચે જેનાં પર ઉમેશ કામત કહે છે કે, 'વિચારુ છુ કે એક મહીના માટે હું શિમલા જતો રહું ત્યાંથી જ શૂટ પણ કરી લઇશ.'

    Y- Best છે, તુ સેફ રહીશ તો મારા મગજને પણ શાંતિ રહેશે.
    U- હું નીકળું છુ તો..
    Published by:Margi Pandya
    First published:

    Tags: Entertainment news, Gehana Vashistha, Raj Kundra, Raj kundra pornography case, Shilpa Shetty, Umesh Kamat, Yash Thakur

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन