Home /News /entertainment /EXCLUSIVE: રક્ષા શેટ્ટીના જીવનની સૌથી મુશ્કેલ ફિલ્મ છે 777 ચાર્લી, આવી રીતે કર્યું હતું ડોગ સાથે શૂટિંગ
EXCLUSIVE: રક્ષા શેટ્ટીના જીવનની સૌથી મુશ્કેલ ફિલ્મ છે 777 ચાર્લી, આવી રીતે કર્યું હતું ડોગ સાથે શૂટિંગ
અપકમિંગ ફિલ્મ ‘777 ચાર્લી (777 charlie) ની સ્ટોરીના કેન્દ્રમાં એક ડોગ છે, આ ડોગનું નામ ચાર્લી છે. એક ડોગ અને તેના માલિક વચ્ચેની બોન્ડિંગ આ ફિલ્મમાં જોવા મળશે. રક્ષિત શેટ્ટી (Rakshit Shetty) એ News18હિન્દી સાથે વાતચીત દરમિયાન આ ફિલ્મના તમામ અનુભવને શેર કર્યા છે.
અપકમિંગ ફિલ્મ ‘777 ચાર્લી (777 charlie) ની સ્ટોરીના કેન્દ્રમાં એક ડોગ છે, આ ડોગનું નામ ચાર્લી છે. એક ડોગ અને તેના માલિક વચ્ચેની બોન્ડિંગ આ ફિલ્મમાં જોવા મળશે. રક્ષિત શેટ્ટી (Rakshit Shetty) એ News18હિન્દી સાથે વાતચીત દરમિયાન આ ફિલ્મના તમામ અનુભવને શેર કર્યા છે.
રક્ષિત શેટ્ટી (Rakshit Shetty) કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સમાંથી એક છે. રક્ષિત શેટ્ટીના ફેન્સ રક્ષિતની ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રક્ષિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ ‘777 ચાર્લી (777 charlie) હિન્દી ફિલ્મો માટે કોમ્પીટીશન ગણવામાં આવી રહી છે. આ ફિલ્મ ‘KGF 2’ અને ‘RRR’ ની જેમ અનેક ભાષાઓમાં ડબ કરીને રિલીઝ થવા જઈ રહી છે. ગણતરીના દિવસોમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે. કિરણરાજ કે. દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘777 ચાર્લી’ એક ખાસ ફિલ્મ છે.
અપકમિંગ ફિલ્મ ‘777 ચાર્લીની સ્ટોરીના કેન્દ્રમાં એક ડોગ છે, આ ડોગનું નામ ચાર્લી છે. એક ડોગ અને તેના માલિક વચ્ચેની બોન્ડિંગ આ ફિલ્મમાં જોવા મળશે. રક્ષિત આ ફિલ્મ માટે ખૂબ જ એક્સાઈટેડ છે. રક્ષિત શેટ્ટીએ News18હિન્દી સાથે વાતચીત દરમિયાન આ ફિલ્મના તમામ અનુભવને શેર કર્યા છે.
ડોગ સાથે શુટીંગ કરવું મુશ્કેલ છે
ઈન્ટરવ્યૂ દરમિયાન રક્ષિત શેટ્ટીએ જણાવ્યું કે, ફિલ્મ ‘777 ચાર્લી’ તેમની લાઈફની સૌથી મુશ્કેલ ફિલ્મ છે. આ અંગે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, અભિનેતા તરીકે આ તેમની લાઈફની સૌથી ડિફિકલ્ટ ફિલ્મ છે. મારે આ ફિલ્મમાં માત્ર ‘એક્ટીંગ જ નહીં પરંતુ, ડોગને કમાન્ડ પણ કરવાનું હતું. ડોગની સાથે એક્ટીંગ પણ કરવાની હતી, જે ખૂબ જ ડિફિકલ્ટ હતું.’
એક શોટ માટે અનેક ટેક લેવા પડતા હતા
તેમણે ફિલ્મમાં ડોગ સાથે એક્ટીંગ કેવી રીતે કરી હતી, તે અંગે તેમણે વિગતવાર જાણકારી આપી હતી. શુટીંગ શેડ્યુલ બાદ દર સપ્તાહે એક વર્કશોપ રહેતો હતો. આ વર્કશોપમાં ટ્રેનર ડોગને તાલીમ આપતો હતો અને બાદમાં આ ડોગ ટ્રેનરે આપેલ કમાન્ડને શીખતો હતો. ત્યારબાદ તે ડોગ સાથે પ્રેક્ટીસ કરતો હતો. ડોગ સાથે તાલમેળ બેસાડવો ખૂબ જ મુશ્કેલ હતું આ કારણોસર એક શોટ માટે 50 થી 60 ટેક લેવા પડતા હતા. તેમ છતાં ડોગ સાથે પરફેક્ટલી એક્ટીંગ કરવાની પૂરી કોશિશ કરી હતી.
રક્ષિત શેટ્ટીએ અડોપ્ટ કરેલ ડોગ સાથે ફિલ્મ કરી છે. જે ડોગ ફિલ્મ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો તે એક રેસ્ક્યૂ ડોગ હતો. આ રેસ્ક્યૂ ડોગ માત્ર ચાર મહિનાનો હતો. ફિલ્મની સૌથી મજેદાર વાત એ છે કે, ફિલ્મના પડદા પર બે ચાર્લી ડોગ જોવા મળે છે. હકીકતમાં ફિલ્મમાં કુલ 4 ચાર્લી ડોગ છે. જેમાંથી રક્ષિત શેટ્ટી એક ચાર્લી ડોગ અડોપ્ટ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર