Exclusive: રાજ કુન્દ્રા-ઉમેશ કામતનાં પોર્ન પર મેગા પ્લાન, ટ્રેલરથી કેમેરા એંગલ સુધી તમામ મુદ્દે થઇ હતી વાત

(Instagram/rajkundra9)

Raj Kundra Pornography case : News18 ની પાસે એક્સક્લૂસિવ માહિતી છે. જેમાં રાજ કુન્દ્રા તેના PA ઉમેશ કામત (Umesh Kamat)ની સાથે મળી આ વીડિયોઝમાં આગળ વધી પોર્ન ફિલ્મ બનાવવાનાં મેગા પ્લાન પર વાત કરતો નજર આવતો હતો.

  • Share this:
    મુંબઇ: પોર્ન વીડિયોઝ (Porn Videos) બનાવવા અને તેને વિભિન્ન એપ્સ પર અપલોડ કરવા મામલે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ હેઠળ રાજ કુન્દ્રા (Raj Kundra)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. રાજ કુન્દ્રા હજુ 27 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર છે. આ દરમિયાન પોલીસ વધુમાં વધુ પૂરાવા ભેગા કરવા અને કેસને વધુ મજબૂત બનાવવામાં લાગી ગઇ છે. હવે આ કેસમાં વધુ એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. NEWS18 પાસે આવેલી એક્સક્લૂઝિવ માહિતી છે જેમાં રાજ તેનાં PA ઉમેશ કામત (Umesh Kamat)ની સાથે મળી આ વીડિયોને આગળ વધારી પોર્ન ફિલ્મ બનાવવાનાં મેગા પ્લાન કરતો નજર આવશે.

    આ પણ વાંચો- Prabhas: 200 કરોડની સંપત્તિનો માલિક છે પ્રભાસ, જીવે છે આવી લગ્ઝુરિયસ લાઇફ

    મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સાથે જોડાયેલાં સુત્રો મુજબ, રાજ કુન્દ્રા (Raj Kundra)એ પોર્ન ફઇલ્મ બનાવવાનો મેગા પ્લાન તૈયાર કરી લીધો હતો. જેમાં તેની સાથે ઉમેશ કામત (Umesh Kamat)પણ શામેલ હતો. બંને મળીને એક ખાસ પ્લાનિંગ કરી હતી. જેમાં પોર્ન ફિલ્મ (Porn Film)નું ટ્રેલર, કેમેરાની ક્વોલિટી, કેમેરા એંગલ, બોલ્ડ સીન અને ડન્યૂડ સીન તમામનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો- રાજ કુન્દ્રાની ઓફિસની દીવાલમાં હતી 'ખુફિયા તિજોરી', પોલીસનાં હાથે લાગી ઘણી રહસ્યમય ફાઇલો

    સૂત્રો મુજબ, મુંબઇ પોલીસને એક ઇમેલ હાથ લાગ્યો હતો. જેમાં રાજ કુન્દ્રા અને ઉમેશ કામત તેનાં આ ખ્વાબ કોન્સેપ્ટ અંગે વાત કરે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક પોર્ન ફિલ્મનું ટ્રેલર બનશે. જેની ટાઇમિંગ 60થી 90 સેકેન્ડની હશે. અને આખો વીડિયો HDમાં શૂટ થશે.

    આ પણ વાંચો- EXCLUSIVE: ફેબ્રુઆરીમાં ગહના વશિષ્ઠની ધરપકડ થતા જ ડરી ગયા હતા રાજ કુન્દ્રાનાં બંને PA, વાંચો ચેટ

    મેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વીડિયોનું શૂટિંગ કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ મોડલ્સ પર પણ ચર્ચા થઇ હતી. દરેક મોડલની સંપૂર્ણ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવશે. જે બોલ્ડ અને ન્યૂડ શૂટ કરી શકે.

    આપને જણાવી દઇએ કે, આ પહેલાં પોલીસની હાથે તેમની ચેટ લાગી હતી જેમાં ગેહાનાની ધરપકડ બાદ રાજ કુન્દ્રાનાં PA તરીકે કામ કરનારા ઉમેશ કામત અને પોર્નોગ્રાફી સાથે જોડાયેલાં મોટા નામ યશ ઠાકૂર બંને વચ્ચેની હતી. યશ ઠાકૂર Nuefliks નામનો પોર્નોગ્રાફી digital પ્લેટફર્મ ચલાવતો હતો.
    Published by:Margi Pandya
    First published: