Home /News /entertainment /

Exclusive: ડ્રગ્સ કેસમાં 6 મહિનામાં ચાર્જશીટ દાખલ કરશે NCB! ઘણી ફિલ્મી હસ્તીઓ રડાર પર

Exclusive: ડ્રગ્સ કેસમાં 6 મહિનામાં ચાર્જશીટ દાખલ કરશે NCB! ઘણી ફિલ્મી હસ્તીઓ રડાર પર

છ મહિનામાં ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે NCB

Bollywood Drugs Case: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સ (Drugs) મામલે બોલિવૂડનાં ઘણાં સ્ટાર્સની પૂછપરછ કરી છે. અને હજી ઘણાં સ્ટાર્સ NCBનાં રડારમાં છે. NCBનાં સૂત્રો મુજબ પકડાયેલાં કેટલાયે પેડલર્સે ઘણાં ફિલ્મી સિતારાઓને ડ્રગ્સ પહોંચાડવાની વાત કબૂલી છે.

વધુ જુઓ ...
    મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની સામે બોલિવૂડમાં ફેલાયેલાં ડ્રગ્સ નેટવર્કનાં મૂળ સુધી પહોંચવું સૌથી મોટો પડકાર છે. રવિવારે આ કેસમાં NCBનાં પ્રમુખ રાકેશ અસ્થાના (Rakesh Asthana)એ NCBનાં મોટા અધિકારીઓની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઘણાં અહમ નિર્ણય લેવામાં આવ્યાં છે.

    NCBનાં સૂત્રો મુજબ તપાસ ટીમે આ આખા મામલામાં કાર્યવાહી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આશરે પાંચ કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ NCB પ્રમુખે તપાસ ટીમને કહ્યું કે, 6 મહિનાની અંદર આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની રહેશે.

    NCBએ ડ્રગ્સ મામલે બોલિવૂડનાં ઘણાં સિતારાઓની પૂછપરછ કરી છે. અને હજું ઘણાં સિતારાઓ તેમની રડારમાં છે. NCBનાં સૂત્રો મજબ, પકડાઇ ગયેલાં ઘણાં ડ્રગ્સ પેડર્સ દ્વારા ઘણાં મોટા મોટા ફિલ્મી હસ્તીઓને ડ્રગ્સ પહોંચાડ્યાની વાત કબૂલ કરવામાં આવી છે. ખબર છે કે, આગામી 48 કલાકની અંદર ફિલમ જગતનાં ઘણાં મોટા સિતારાઓને NCB સમન્સ બજાવીને પૂછપરછ માટે બોલાવી શકે છે.

    આ પણ વાંચો- ક્ષિતિજ પ્રસાદનો આરોપ- NCB ઓફિસરે કહ્યું, કરન જોહરને ફસાવી દે, અમે તને છોડી દઇશું

    NCBનાં સૂત્રો મુજબ, મુંબઇમાં ફેલાયેલાં ડ્રગ્સ નેટવર્કની ભાળ મેળવવા માટે તપાસ એજન્સીની નજરમાં હજુ 20થી વધુ ડ્રગ્સ પેડલર છે. કહેવાય છે કે, આગામી થોડા દિવસોમાં ડ્રગ્સ નેટવર્ક અંગે માહિતી મેળવવાં NCB ગોવામાં મોટી કાર્યવાહી કરી શકે છે.

    દીપિકા,સારા અને શ્રદ્ધાની પૂછપરછ
    આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં મોત સંબંધિત ડ્રગ્સ મામલાની તપાસ માાટે શનિવારે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનું નિવેદન દાખલ કરવામાં આવ્યું છે, ડ્રગ્સ કેસમાં NCBએ અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરી લીધી છે.

    આ પણ વાંચો- PHOTOS: ફિલ્મની શૂટિંગ માટે લંડન રવાના થઇ નુસરત જહાં, જુઓ તેનો એરપોર્ટ LOOK

    NCBએ ત્રણેય હિરોઇનોનાં મોબાઇલ ફોન જપ્તે લીધા- ખબર છે કે, NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની લાંબી પૂછપરછ દરમિયાન ત્રણેય એક્ટ્રેસીસ NCBનાં ઘણાં સવાલોનાં ગોળ ગોળ જવાબ આપ્યાં હતાં. NCB કોઇપણ નિષ્કર્ષ પર નથી પહોંચી શકી. એવામાં NCBએ ત્રણેયનાં ફોન જપ્ત કરી લેવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવે છે કે, NCBએ દીપિકા, સારા અને શ્રદ્ધાની સાથે સાથે કરિશ્મા, સિમોન ખંભાટા અને જયા શાહનાં પણ મોબાઇલ ફોન જપ્ત કર્યાં છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Deepika Padukone, Narcotics control bureau, NCB, Sara ali khan, Shraddha kapoor, Sushant singh

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन