Exclusive interview: શ્રમિકોના 'મશિહા' સોનુ સૂદે ન્યૂઝ18ગુજરાતી સાથે શેર કર્યું પોતાની દરિયાદિલીનું રાજ

News18 Gujarati
Updated: May 29, 2020, 10:38 PM IST
Exclusive interview: શ્રમિકોના 'મશિહા' સોનુ સૂદે ન્યૂઝ18ગુજરાતી સાથે શેર કર્યું પોતાની દરિયાદિલીનું રાજ
સોનુ સૂદનું ગ્રાફિક્સ

શ્રમિકોના દેવતા એવા સોનુ સૂદે ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાચચીત કરીને આ સમયના પોતાના અનુભવો શેર કર્યા હતા.

  • Share this:
અમદાવાદઃ અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસનો (coronavrius) કહેર ચાલી રહ્યો છે. કોરોના સામે લડવા લોકડાઉન (lockdown) પણ ચાલી રહ્યું છે.ત્યારે બોલીવૂડની (Bollywood) એક એવી હસ્તી છે જે અત્યારે બધી જગ્યાએ જ છવાઈ ગઈ છે. પંજાબના નાનકડા ગામમાંથી આવેલા એક્ટરની (actor) દરિયાદિલી કોરોના લોકડાઉનમાં ઉજાગર થઈ છે. સોનુ સૂદ (sonu sood) જેમને ફિલ્મોમાં મોટાભાગે વિલન તરીકેનું પાત્ર નિભાવ્યું છે પરંતુ રિયલ લાઈફમાં તેઓ એક રિયલ હિરો તરીકે ઉભરી આવ્યા છે.

લોકડાઉનના સમયમાં શ્રમિકોના દેવતા તરીકે આગળ આવીને તેમણે હાજરો શ્રમિકોને પોતાના વતન પહોંચ્યાડ્યા છે. અને હજી અનેક શ્રમિકોને પોતાના વતન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. શ્રમિકોના દેવતા એવા સોનુ સૂદે ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાચચીત (Exclusive interview) કરીને આ સમયના પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારી માતાએ કહ્યું હતું માણસ ત્યારે જ સફળ કહી શકાય જ્યારે તમે લોકોની મદદ કરી શકો. બસ આ જ મંત્રને પકડીને આગળ વધી રહ્યો છું.

ન્યૂઝ18ગુજરાતી સાથે વાત કરતા સોનુ સૂદની તસવીર


ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા સોનુ સૂદે જણાવ્યું હતું કે મને લાગે છે કે ખૂબ જરુરી હતું જ્યારે લાખો લોકો રસ્તા ઉપર હતા અને ભૂખ્યા તરસ્યા વતન જવાની જીદ પકડી હતી. આ એ લોકો જ જેમણે આપણા રોડ રસ્તા બનાવ્યા છે. આપણા સ્ટૂડિયો અને આપણને બનાવ્યા છે તેમની મદદ કરવા માટે આગળ આવવું જ જોઈએ. આ લોકોને તાવ આવ્યો હતો. વતન પાછા જવાનો તાવ, કોરોનાના ડરનો તાવ, પરંતુ નાડી પકડીએ ત્યારે જ ખબર પડે કે તેમને કેટલો તાવ છે. માટે હું રસ્તા ઉપર ઉતર્યો હતો. અને પગે ચાલીને વતન જતા લોકોને વિનંતી કરી હતી કે બે દિવસ રોકાઈ જાઓ તેમને બસથી ઘરે મોકરવામાં આવશે.

પરંતુ પહેલા તો તેઓને આ શક્ય ન લાગ્યું અને પગે ચાલીને જ વતન જવા માટે જીદ પકડી હતી. પરંતુ વધારે સમજાવ્યા બાદ તેઓ માની ગયા અને બે દિવસ બાદ બધી સરકારો પાસેથી મંજૂરી માંગીને પહેલા 300 શ્રમિકોને વતન મોકલ્યા હતા. અને ત્યારથી આ કામ ચાલી રહ્યું છે.

શ્રમિકોની મદદ કરતા સમયની તસવીર
કોરોના જેવી મહામારી વચ્ચે શ્રમિકોને વતન પહોંચાડવા માટે મેદાનમાં ઉતરતા ડર નથી લાગતો ત્યારે સોનુ સૂદે જણાવ્યું હતું કે, પહેલા પરિવાર અંગે ડર લાગે પરંતુ જ્યારે લાખો શ્રમિકોના પરિવાર અંગે મદદ કરવાની વાત આવે ત્યારે ડરને બાજુમાં મુકીને આગળ આવવું પડે છે.

હજારો શ્રમિકોની મદદની માગ આવે છે ત્યારે બેકસ્ટેજ આર્ટીસ્ટની મદદ કરવા અંગે સોનુ સૂદે જણાવ્યું હતું કે, જેમ જેમ લોકો મદદ માંગી રહ્યા છે તેમ તેમને મદદ પહોંચાડવામાં આવી રહી છે. અત્યારે જે લોકો રસ્તા ઉપર છે તેમને બનતી મદદ કરવામાં આવી રહી છે. દેશના ખૂણે ખૂણથી સોનુ સૂદ પાસે મદદ માંગવામાં આવે છે ત્યારે જેમને મદદ પહોંચાડી શકાય તેવી છે તેમને ચોક્કસ મદદ કરવામાં આવી રહી છે.

ફાઈલ તસવીર


શ્રમિકોની મદદ કરતી વખતે કોઈ યાદગાર ક્ષણ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, એક જગ્યાએ એક માતા-પિતા બે બાળકો સાથે બેઠી હતી અને બાળકોના આંખોમાં ખુશી હતી પરંતુ માતા-પિતાની આંખમાં આંસુ હતા. પરંતુ બાળકો જ્યારે આ સમયને દુઃખ રીતે નહીં પરંતુ ખુશી તરીકે યાદ રાખશે. કોરોના લોકડાઉનના સમયમાં પરિવારને તો સમય આપીએ છીએ પરંતુ બહાર લાખો શ્રમિકોનો એક મોટો પરિવાર બનતો રહ્યો છે.

રાજ્ય સરકારો પાસે મંજૂરી માંગવા અંગેના પ્રશ્નમાં સોનુ સૂદે કહ્યું હતું કે શ્રમિકો એટલા ડરી ગયા હતા કે જે રાજ્યમાં મોટા થયા હતા એ જ રાજ્યો પાસેથી મંજૂરી લેવી પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિહારના એક શ્રમિકે ટ્વિટ કરીને કહ્યું હતું કે, બિહારમાં તમારી મૂર્તી બનાવવામાં આવશે. પરંતુ મેં તેમને કહ્યું હતું કે, આવું ન કરો અને મૂર્તિ બનાવવા માટે જે ખર્ચ થાય તે બીજા શ્રમિકોને પણ મદદ મળી શકે.

તમારી પાસે કોઈ બોડીગાર્ડ વગર શ્રમિકો વચ્ચે જવા અંગે સોનુ સૂદે જણાવ્યું હતું કે, હું બે વસ્તુઓથી ડરું છું એક લોકોની મદદ કરતી વખતે કેમેરા આવે એનાથી ડરું છું અને બીજું કે બોડીગાર્ડ જેનાથી આપણને આપણા લોકોથી જ દૂર રાખે છે. શ્રમિકો પહેલાથી જ ડરેલા હોય છે અને હું બોડીગાર્ડ લઈને એવો માહોલ ઊભો કરવા નથી માંગ તો જેથી શ્રમિકો પહેલાથી જ ડરી જાય.

તેમણે જણાવ્યું હતું કે મારી માતાએ કહ્યું હતું માણસ ત્યારે જ સફળ કહી શકાય જ્યારે તમે લોકોની મદદ કરી શકો. બસ આ જ મંત્રને પકડીને આગળ વધી રહ્યો છું.

લોકડાઉનમાં તમે વધારે શું મિસ કરી રહ્યા છો એ અંગે તેમણે કહ્યું હતું કે, હું મારું શૂટિંગને મિસ કરું છું. કો એક્ટર, કેમેરા મેન, સ્પોટ બોય તમાને મિસ કરું છું. કારણે કે એ જીંદગી હતી જ્યાં લોકોના ગળે મળતા હતા. હાથ મિલાવી શકતા હતા.

દર્શકોને સંદેશ આપતા સોનુ સૂદે કહ્યું હતું કે, હું એક સંદેશ આપવા માંગુ છું કે તમારા રસોડામાં એક વ્યક્તિની વધારે રસોઈ બનાવો. અને જેને જરૂર હોય તેમને આપો. આમ તમારા રસોડામાં એક વ્યક્તિની વધારે રસોઈ બનવાની શરૂ થશે ત્યારે મને લાગે છે કે દેશમાં કોઈ વ્યક્તિ ભૂખ્યું નહીં ઉંઘે.
First published: May 29, 2020, 10:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading