Home /News /entertainment /

Sidharth shukla EXCLUSIVE: સિદ્ધાર્થ શુક્લાના જીન ટ્રેનરે કર્યો 'આવો' ચોંકાવનારો દાવો

Sidharth shukla EXCLUSIVE: સિદ્ધાર્થ શુક્લાના જીન ટ્રેનરે કર્યો 'આવો' ચોંકાવનારો દાવો

સિદ્ધાર્થ શુક્લાની ફાઈલ તસવીર

GYM trainer sonu chaurasiya exclusive interview: અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના (sidharth shukla death) મોતથી મનોરંજન દુનિયાના શોક ફેલાયેલો છે ત્યારે સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla news) જીમ ટ્રેનર સોનૂ ચોરસિયા સાથે ખાસ વાતચીતમાં (exclusive interview with gym trainer sonu chaurasiya) તેમણે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

વધુ જુઓ ...
    મુંબઈઃ ટીવી એક્ટર (TV actor) સિદ્ધાર્થ શુક્લાના નિધન (Sidharth Shukla Death) બાદ તેમના જીમ ટ્રેન સોનૂ ચોરસિયાનું (Sidharth Shukla gym trainer sonu chaurasiya) નિવેદન સામે આવ્યું છે. News18 સાથે EXCLUSIVE વાતચીત કરતા સોનૂ ચોરસિયાએ કહ્યું હતું કે, 'હું નથી માનતો કે સિદ્ધાર્થનું મોત હાર્ટ એટેકથી થઈ શકે છે. તેઓ ખુબ જ ફીટ અને ફિટનેસને લઈને સજાગ રહેતા હતા. હું છેલ્લા દોઢ વર્ષથી સિદ્ધાર્થને જીમમાં ટ્રેનિંગ આપી રહ્યો છું. તેઓ દરરોજ સવારે 10.30 વાગ્યે અમે જીમમાં મળતા હતા. તેઓ જીમમાં ખુબ જ હાર્ડવર્ક કરતા હતા.'

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'મને રાહુલ વૈધ્યનો સવારે 9.30 વાગ્યે ફોન આવ્યો હતો કે સિદ્ધાર્થની તબીયત ખરાબ છે. પહેલા વિશ્વાસ ન્હોતો થયો પરંતુ પાછળથી અનેક કોલ્સ આવવા લાગ્યા હતા. સિદ્ધાર્થના મોતના સમાચાર સાંભળીને હું એકદમ આઘાતમાં હતો. સિદ્ધાર્થ ક્યારેય પણ કોઈપણ પ્રકારના માનસિક તણાવ કે ડિપ્રેશનમાં ન્હોતા. હંમેશા ખુશ રહેતા અને લોકોને ખુશ રાખનાર માણસ હતા.'

    24 ઓગસ્ટે મારી વાત થઈ હતી. તેમણે મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કારકે ત્યારબાદ હું મુંબઈમાં ન્હોતો. 20 ઓગસ્ટે રક્ષા બંધનના દિવસે પોતાની બહેનને ગાડી ગિફ્ટ કરવાની વાત કરી હતી અને 22 ઓગસ્ટે ગીફ્ટ પણ કરી હતી. તેઓ જીમમાં હંમેશા ખુશ રહેતા હતા અને સખત મહેનત કરતા હતા.

    આ પણ વાંચોઃ-RIP Sidharth Shukla: સિદ્ધાર્થ શુકલાની અચાનક વિદાય બાદ હોસ્પિટલ અને ઘરે ઉમટ્યાં મનોરંજન સ્ટાર્સ, જુઓ photos

    સોનૂ ચોરસિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે ડિનર બાદ તેઓ 40 મિનિટ સુધી વોક કરતા હતા. કાલે રાત્રે આશરે 11.30 વાગ્યે એક મીટિંગથી પરત આવ્યા હતા. મીટિંગ દરમિયાન બહાર ખાઈને આવ્યા હતા. એટલા માટે ઘરે રાત્રે છાશ અને ફળ ખાધા અને આશરે 1.30 વાગ્યે ઉંઘવા જતા રહ્યા હતા. સવારે તેમની માતા જ્યારે ઉઠાડવા માટે ગયા ત્યારે બિલ્કુલ સીધા સુતા હતા.

    આ પણ વાંચોઃ-Siddharth Shukla News: મોતનાં સમાચાર સાંભળી શૂટિંગ છોડી ભાગી શહનાઝ, રશ્મિ દેસાઇ આઘાતમાં

    જોકે, તેઓ આવી રીતે ક્યારે ઊંઘતા ન્હોતા. તરત ડોક્ટરને બોલાવ્યા. પંપ વગેરે કર્યું હતું. પરંતુ ડોક્ટર સાથે તબીયત વધારે ખરાબ હોવાની વાત કરતા હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. પરંતુ હોસ્પિટલ જતા સમયે તેમનું મોત થયું હતું. હું પણ પોસ્ટમોર્ટ રિપોર્ટની રાહ જોવું છું. કારણ કે હું માની નથી શક્તો કે તેમનું મોત હાર્ટ એટેકથી થઈ શકે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gym trainer, Heart attack, Sidharth shukla, Sidharth Shukla Life

    આગામી સમાચાર