Home /News /entertainment /ફિલ્મ 83ના એક્ટર જતિન સરનાએ યશપાલ શર્માની પત્નીને મોકલ્યુ ફિલ્મનું ટ્રેલર, કહ્યું- તે યશપાલને ખૂબ યાદ કરે છે
ફિલ્મ 83ના એક્ટર જતિન સરનાએ યશપાલ શર્માની પત્નીને મોકલ્યુ ફિલ્મનું ટ્રેલર, કહ્યું- તે યશપાલને ખૂબ યાદ કરે છે
ક્રિકેટર યશપાલ શર્માના નિધન પછી આ દિવંગત ક્રિકેટરના પરિવારમાં સતત સંપર્કમાં રહેતા જતિન સરના
1983ની ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની ઐતિહાસિક જીત પર આધારિત આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 83 (Film 83 Trailer) નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે 1983ની ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની ઐતિહાસિક જીત પર આધારિત આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 83 (Film 83 Trailer) નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ કબીર ખાનના નિર્દેશનમાં તૈયાર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં 1983 (Film 83)માં લોર્ડ્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલા વર્લ્ડ કપ (World Cup 1983) અને તેમાં ભારતની શાનદાર જીતને દર્શાવવામાં આવી છે. 83 રણવીર સિંહ (Ranveer Singh)ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ (Kapil Dev) ની ભૂમિકા ભજવતા નજરે પડશે. એક તરફ ફિલ્મ 83નું ટ્રેલર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે અને લોકોમાં એ જ જીતની ખુશી અને એ જ લાગણી ફરીથી જીવિત કરી રહ્યું છે, ત્યાં જ બીજી તરફ અભિનેતા જતિન સરના દ્વારા ભજવવામાં આવેલા યશપાલ શર્માના પાત્રથી લોકો ભાવુક પણ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે સ્પોર્ટ્સ આઈકન એવા યશપાલ શર્મા (Yashpal Sharma) નું હાર્ટ અટેકને કારણે જુલાઈમાં નિધન થઈ ગયું છે.
રેણુ મેડમ મને પોતાના જ બાળકની જેમ માને છે
ક્રિકેટર યશપાલ શર્માના નિધન પછી આ દિવંગત ક્રિકેટરના પરિવારમાં સતત સંપર્કમાં રહેતા જતિન સરના કહે છે કે, આ મારી માટે એક મિક્સ ફિલીંગ છે. આ પહેલા જ્યારે ફિલ્મ 83 સાથે જોડાયેલી કોઈ પણ વાત સામે આવતી તો હું તે વાત યશપાલ સર સાથે શેર કરતો હતો, આજે તે આપણી વચ્ચે નથી એટલે જ હું ખૂબ ઉદાસીનતા અનુભવી રહ્યો છું. જો કે હાલ પણ હું યશપાલ સરની પત્ની રેણુ મેડમના સંપર્કમાં છું. ફિલ્મનું હાલમાં જ રિલીઝ થયેલું ટ્રેલર પણ મેં તેમને મોકલ્યું હતું. સરના જણાવે છે કે, મેં રેણુ મેડમને ફિલ્મના ટ્રેલરની લિંક અને ફિલ્મમાં મારા લુક્સના કેટલાક ફોટો મોકલ્યા છે. તે જોયા બાદ તે ખુશ થયા અને મને આશિર્વાદ પણ આપ્યા. રેણુ મેડમ મને પોતાના જ બાળકની જેમ માને છે. એ વાતમાં કોઈ શંકા નથી કે હું યશપાલ સરને મિસ કરી રહ્યો છું. કેમ કે હું એ વાતનો ખૂબ આગ્રહ રાખતો હતો કે હું આ ફિલ્મ તેમની સાથે જોઉં. ફિલ્મ જોતી વખતે હું તેમના હાવભાવ અને લાગણીઓ જોવા માંગતો હતો. સરનાએ જણાવ્યું કે ભલે કંઈ પણ થાય, હું હંમેશા તેમના પરિવારની સાથે છું.
ફિલ્મ 83ના ટ્રેલરે ક્રિકેટના ચાહકોને આશ્ચર્યમાં નાંખી દીધા છે
ફિલ્મ 83ના ટ્રેલરે ક્રિકેટના ચાહકોને આશ્ચર્યમાં નાંખી દીધા છે. તમામ લોકોને શંકા હતી કે ફિલ્મમાં કપિલ દેવ સિવાય અન્ય ખેલાડીઓને દર્શાવવા બાબતે ફિલ્મ તમામ ખેલાડીઓ જેમનું આ જીતમાં યોગદાન છે તેમને ન્યાય આપી શકશે કે નહીં. જો કે આ બાબતે જતિન સરનાએ જણાવ્યું કે ક્રિકેટ ફેન્સે બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ફિલ્મમાં તમામ ખેલાડીઓને દર્શાવવામાં આવ્યા છે જે તે વખતે આ દિગ્ગજ ટીમનો ભાગ હતા.
હું માત્ર પ્રશંસકોને શાંતિ જાળવવાની અપિલ કરીશ. સૌપ્રથમ તો હું એ વાતની ચોખવટ કરવા માંગીશ કે ફિલ્મ 83 કપિલ દેવની બાયોપિક નથી. આ ફિલ્મ સંપૂર્ણ રીતે 1983 વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ છે. જાહેર છે કે 1983 વર્લ્ડ કપમાં મળેલી આ જીતમાં સર કપિલ દેવનો મહત્વનો ફાળો રહ્યો હતો. આ મેચમાં તેમની ભૂમિકા મુખ્ય હતી અને આપણા ફેવરિટ રણવીર સિંહે કપિલ દેવનો રોલ કરવા માટે ખૂબ મહેનત કરી છે. લોકો દ્વારા આ બાબત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, તે પણ એક ખૂબ સારી બાબત છે. ફિલ્મમાં સ્ટોરી માત્ર કપિલની આસપાસ નહીં ફરે. અહીં તમને તે વખતે ટીમમાં શામેલ દરેક ખેલાડીનો હિસ્સો જોવા મળશે. દરેકને પૂરતુ ફોકસ આપવામાં આવી રહ્યું છે. ફિલ્મની સૌથી સારી બાબત તો એ છે કે ફિલ્મને રોચક બનાવવા માટે અમારે કોઈ સીનની કલ્પના પણ નથી કરવી પડી, કેમ કે જ્યારે વાસ્તવિકતા જોવામાં આવે તો તેમાં જ ઘમા બધા ક્યુરિયસ કરે તેવા નેટ બાઈટિંગ ક્ષણો હતા, જે ફિલ્મમાં દર્શાવવામાં આવશે.
વધુમાં સરનાએ જણાવ્યું કે, દરેક વ્યક્તિની પોતાની એક મેચ હતી. સ્વ. યશપાલજી વેસ્ટ ઈન્ડિઝ વિરુધ્ધ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલા ભારતના શરૂઆતી મુકાબલામાં મેન ઓફ ધ મેચ રહ્યા હતા. મદન લાલે નેવિલ ગ્રાઉન્ડમાં ઝીમ્બાબ્વે વિરુદ્ધ બીજી મેચમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેન ઓફ ધ મેચની ટ્રોફી જીતી હતી. સેમીફાઈનલમાં પાટિલ, અમરનાથ અને યશપાલજીએ શાનદાર સ્કોર કર્યો હતો. આ રીતે દર્શકોને ફિલ્મમાં દરેકને જોવાનો મોકો મળશે. આ બાબતે દર્શકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર