Home /News /entertainment /'ફિલ્મ 83નું ટ્રેલર જોઈને મારા રૂંવાડા ઉભા થઇ ગયા' - કૃષ્ણમાચારી શ્રીકાંત

'ફિલ્મ 83નું ટ્રેલર જોઈને મારા રૂંવાડા ઉભા થઇ ગયા' - કૃષ્ણમાચારી શ્રીકાંત

83 ફિલ્મનું ટ્રેલર જોઈ મારા રૂંવાડા ઉભા થઈ ગયા છે :  શ્રીકાંત

કબીર ખાન (Kabir Khan) દ્વારા દિગ્દર્શિત 83નું ટ્રેલર (83 Trailer) ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh) પ્રસિદ્ધ ક્રિકેટર કપિલ દેવ (Kapil Dev)ની ભૂમિકામાં છે

કબીર ખાન (Kabir Khan) દ્વારા દિગ્દર્શિત 83નું ટ્રેલર (83 Trailer) ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh) પ્રસિદ્ધ ક્રિકેટર કપિલ દેવ (Kapil Dev)ની ભૂમિકામાં છે, આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપ (1983 world cup)ની ઐતિહાસિક જીતની ટીમ ઈન્ડિયા (Teal india)ની સફરને કેપ્ચર કરે છે. આ ઉપરાંત ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, હાર્ડી સંધુ, એમી વિર્ક, પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની, નિશાંત દહિયા અને સાહિલ ખટ્ટર મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ 24 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ' એક એવી ટીમ કે જેના પર કોઈ વિશ્વાસ નહોતું કરતું', તે ઈન્ડિયન ટીમ 1983માં ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડીઝને હરાવીને પોતાનો પ્રથમ વખત વર્લ્ડ કપ જીતે છે.

83 ફિલ્મનું ટ્રેલર જોઈ મારા રૂંવાડા ઉભા થઈ ગયા છે :  શ્રીકાંત

ફિલ્મના ટ્રેલરે બધાને પ્રભાવિત કર્યા છે. ત્યારે News18.com એ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત (Krishnamachari Srikkanth)નો સંપર્ક કર્યો, જે 1983 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. આ ફિલ્મના ટ્રેલરને લઈને તે ઉત્સાહિત હતા. તેમણે ન્યુઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું કે, “મેં હમણાં જ ટ્રેલર જોયુ. મને ખબર નથી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. આ ટ્રેલરે ઘણી બધી યાદો તાજી કરી છે. મારા રૂંવાડા ઉભા થઈ ગયા છે. મારા ભાઈ (કૃષ્ણામાચારી શ્રીનાથ) એ હમણાં જ મને ફોન કર્યો અને અભિનંદન પાઠવ્યા અને તેને પણ એવી જ લાગણી અનુભવાઈ. મને લાગે છે કે તે એક શાનદાર ફિલ્મ બનશે. ભારતીય રમતગમતના ઈતિહાસમાં આ શ્રેષ્ઠ ક્ષણ છે અને હું ખરેખર રોમાંચિત છું. હું આ ફિલ્મને મોટા પડદા પર જોવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું."

સાઉથ એક્ટર જીવાએ ફિલ્મમાં શ્રીકાંતની ભૂમિકા ભજવી છે

ઉલ્લેખનીય છે કે, સાઉથ એક્ટર જીવાએ ફિલ્મમાં શ્રીકાંતની ભૂમિકા ભજવી છે. જ્યારે અમે શ્રીકાંતને પૂછ્યું કે જીવા તમારું અનુકરણ કરે છે તે જોઈને કેવું લાગ્યું. ત્યારે તેમણે કહ્યું, “મને વધુ વાત કરવાની મંજૂરી નથી, પરંતુ મને ખાતરી છે કે જીવાએ શાનદાર કામ કર્યું છે. રણવીરે શાનદાર કામ કર્યું છે અને મને ખાતરી છે કે અન્ય કલાકારોએ પણ ઘણી મહેનત કરી હશે."

આ પણ વાંચો83 Trailer Out: આઝાદી બાદ વિદેશની ધરતી પર આટલું સન્માન, ફિલ્મનું 83નું ટ્રેલર જોઈને ફેન્સે કહ્યું - HIT છે

ફિલ્મ 83 હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. કમલ હાસનની રાજકમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલ અને નાગાર્જુન અક્કીનેની અન્નપૂર્ણા સ્ટુડિયોએ અનુક્રમે તમિલ અને તેલુગુ વર્ઝન રિલીઝ કરવા માટે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સાથે હાથ મિલાવ્યો છે. તો બીજી તરફ પૃથ્વીરાજ પ્રોડક્શન અને કિચ્ચા સુદીપાની શાલિની આર્ટસ આ ફિલ્મને મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવા માટે તૈયાર છે.
First published:

Tags: 1983 WORLD CUP 1983, 83 Moive, Bollywood Latest News, Ranveer Singh.83, Trailer out