Home /News /entertainment /'સિગરેટથી ડામ આપ્યા, વર્ષોથી મારતો રહ્યો' સલમાન ખાન પર એક્સ ગર્લફ્રેન્ડ સોમીએ લગાવ્યા ચોંકાવનારા આરોપ

'સિગરેટથી ડામ આપ્યા, વર્ષોથી મારતો રહ્યો' સલમાન ખાન પર એક્સ ગર્લફ્રેન્ડ સોમીએ લગાવ્યા ચોંકાવનારા આરોપ

સલમાન પર સોફીના ગંભીર આરોપ

સલમાન ખાન પર તેની એક્સ ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ સોમી અલીએ મારપીટ સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક્ટરની સાથે તેની જૂની તસવીર શેર કરતી એક લાંબી પોસ્ટ શેર કરી હતી, જેને હવે ડિલીટ કરી દેવામાં આવી છે. '

વધુ જુઓ ...
    બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર ફરી એકવાર તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ નિશાન સાધ્યુ છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેણે સલમાન ખાનને 'વુમન એબ્યુઝર' કહ્યો છે.

    તેણે એક્ટર સાથે પોતાની એક જૂની તસવીર શેર કરી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે સલમાન ખાન તેને મારતો હતો અને સિગારેટથી ડામ આપતો હતો. સોમીએ આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને તેણે હવે ડિલીટ કરી દીધી છે.

    આ પણ વાંચો : ઉર્ફી જાવેદ સાથે પંગો લેવો ચેતન ભગતને પડ્યો ભારે, એક્ટ્રેસે એક ફોટોથી જ બોલતી બંધ કરી નાંખી

    જો કે, પોસ્ટ ડીલીટ કરતા પહેલા જ તેના સ્ક્રીન શોટ્સ વાયરલ થવા લાગ્યા હતા. આ પોસ્ટ દ્વારા સોમીએ સલમાન ખાનને સપોર્ટ કરતી એક્ટ્રેસીસ પર પણ નિશાન સાધ્યું છે. પોસ્ટ શેર કરતા એક્ટ્રેસે લખ્યું- 'હવે ઘણું થવાનું છે. ભારતમાં મારા શો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પછી વકીલો દ્વારા ધમકી આપવામાં આવી હતી. તુ કાયર છે. મને પ્રોટેક્ટ કરવા માટે 50 વકીલો મારી પાછળ ઉભા રહેશે. મને સિગારેટથી ડામ આપવાથી અને અબ્યૂઝ થવાથી બચાવશે, જે તે મારી સાથે વર્ષો સુધી કર્યું છે.


    સોમી અલીએ હવે આ પોસ્ટ ડિલીટ કરી દીધી


    સોમીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે - 'તે તમામ એક્ટ્રેસીસને શરમ આવવી જોઇએ જેઓ મહિલાઓ સાથે મારપીટ કરનાર પુરુષનું સમર્થન કરી રહી છે. આવા કલાકારોને પણ શરમ આવવી જોઈએ, જેમણે તેનું સમર્થન કર્યું. હવે તે આર કે પારની લડાઈ બની ગઈ છે.સોમીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પર યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે.

    આ પણ વાંચો :Shahrukh Khan : ડૂબતા કરિયર વચ્ચે શાહરૂખ ખાન પહોંચ્યો મક્કા, ઉમરાહની તસવીરો વાયરલ

    જ્યાં કેટલાક યુઝર્સ સોમીને સપોર્ટ કરી રહ્યા છે તો બીજી તરફ સલમાન ખાનના ફેન્સ તેના સમર્થનમાં ઉભા છે. સોમી અલીની આ પસ્ટ હવે ચર્ચામાં આવી છે.



    એક્ટ્રેસે સલમાન ખાનનું નામ લીધા વિના આરોપ લગાવ્યો છે કે એક્ટરે ભારતમાં તેના શો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે તેમને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Actor salman khan, Bollywood actor, Bollywood Celebrities, Bollywood Latest News

    विज्ञापन
    विज्ञापन