Home /News /entertainment /KJOની બર્થડે પાર્ટીમાં મળ્યાં Ex Couple, સલમાન-ઐશ્વર્યા, રણવીર-અનુષ્કા કરિના-શાહિદ અને બીજા ઘણાં બધા..

KJOની બર્થડે પાર્ટીમાં મળ્યાં Ex Couple, સલમાન-ઐશ્વર્યા, રણવીર-અનુષ્કા કરિના-શાહિદ અને બીજા ઘણાં બધા..

એક્સ કપલ મળ્યાં કરન જોહરની પાર્ટીમાં

Karan Johar Birthday Party: કરન જોહરની બર્થ ડે પાર્ટીમાં એટલી બધી સેલિબ્રિટીઝે હાજરી આપી કે તેમની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર છવાઇ ગઇ છે. પણ આ બધાની વચ્ચે પાર્ટીમાં ઘણી બધી સેલિબ્રિટીઝ (Celeb at Party) તેમનાં એક્સ પાર્ટનર્સને મળી.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : હાલમાં જ કરણ જોહરે તેનો 50મો જન્મ દિવસ (Karan Johar 50th Birthday Party) ઉજવ્યો આ પાર્ટીમાં સેલિબ્રિટીનો જમાવડો જોવા મળ્યો. પાર્ટીમાં એટલી બધી સેલિબ્રિટીઝે હાજરી આપી કે તેમની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર છવાઇ ગઇ છે. પણ આ બધાની વચ્ચે પાર્ટીમાં ઘણી બધી સેલિબ્રિટીઝ (Celeb at Party) તેમનાં એક્સ પાર્ટનર્સને મળી.

આ પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને (Aishwarya Rai Bacchan and Abhishek Bachchan) હાજરી આપી હતી જોકે પાર્ટીમાં સલમાન ખાન ( Salman Khan) પણ હાજર હતો.







આ પાર્ટીમાં કેટરિના કૈફ (Katrina Kaif) પતિ વિકી કૌશલ (Vicky Kaushal) સાથે આવ હતી તો પાર્ટીમાં સલમાન ખાન (Salman Khan) આવ્યો હતો અને સાથે જ તેનો બીજો એક્સ રણબીર કપૂર (Ranbeer Kapoor) પણ આ પાર્ટીમાં હતો જે તેની માતા નિતૂ કપૂર (Nitu Kapoor) સાથે આવ્યો હતો.







તો પાર્ટીમાં કરિના કપૂર ખાન સૈફ અલી ખાન (Kareena Kapoor Khan- Saif Ali Khan) સાથે આવી હતી તો પાર્ટીમાં તેનો એક્સ શાહિદ કપૂર તેની પત્ની મીરા કપૂર (Shahid Kapoor and Meera Kapoor) સાથે આવ્યો હતો.







આ પાર્ટીમાં રિતિક રોશન (Hrithik Roshan) તેની ગર્લફ્રેન્ડ સાથે આવ્યો હતો તો તેની એક્સ વાઇફ સુઝૈન ખાન (Suzzein Khan) તેનાં બોયફ્રેન્ડ અર્શલાન ગોની સાથે પહોંચી હતી.







રણવીર સિંહ (Ranveer Singh) પણ આ પાર્ટીમાં જોવા મળ્યો હતો. તે એકલો જ હતો કારણ કે દીપિકા પાદુકોણ (Deepika Padukone) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શિરકત આપી રહી છે. બીજી તરફ તેની એક્સ અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ આ પાર્ટીમાં હાજર હતી. જ્યારે તેનો પતિ વિરાટ કોહલી ( Virat Kohli) IPLની મેચમાં વ્યસ્ત છે.
First published:

Tags: Aishwarya Rai Bachchan, Celebrity at karan Johar birthday party, Karan johar birthday party, Katrina kaif, Ranbir Kapoor, Vicky Kaushal, સલમાન ખાન