રોજ રાત્રે સૂતા પહેલા અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય પાસે માફી માંગતો હતો! સામે આવ્યું સિક્રેટ

અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય બચ્ચન

અભિષેક બચ્ચને પોતે એક ઈન્ટરવ્યુ (Interview)માં પતિ-પત્ની (Husband - Wife) વચ્ચેનું રહસ્ય ખોલીને બધાને ચોંકાવી દીધા હતા. કારણ કે અભિષેકે જણાવ્યું કે તે દરરોજ સૂતા પહેલા તેની પત્નીની માફી માંગતો હતો.

 • Share this:
  નવી દિલ્હીઃ બોલિવૂડ (Bollywood)ના સૌથી ફેવરિટ કપલ (Couple) ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ની કેમેસ્ટ્રી દરેકને ગમે છે, બંને વચ્ચે વર્ષોથી જબરદસ્ત બોન્ડિંગ (Bonding) જોવા મળે છે. પરંતુ અભિષેક બચ્ચને પોતે એક ઈન્ટરવ્યુ (Interview)માં પતિ-પત્ની (Husband - Wife) વચ્ચેનું રહસ્ય ખોલીને બધાને ચોંકાવી દીધા હતા. કારણ કે અભિષેકે જણાવ્યું કે તે દરરોજ સૂતા પહેલા તેની પત્નીની માફી માંગતો હતો.

  ઇન્ટરવ્યુમાં રમુજી સ્ટોરી કહી

  હકીકતમાં, થોડા વર્ષો પહેલા, પાવર કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને એક સાથે એક ઇન્ટરવ્યુમાં હાજરી આપી હતી. સમાચાર અનુસાર, આ ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને પોતાના લગ્ન જીવન વિશેના આ ફની રહસ્યનો ખુલાસો કર્યો હતો.

  ઐશ્વર્યાએ ઝઘડાની વાત સ્વીકારી લીધી હતી

  આ વાતચીતમાં દંપતીએ કબૂલ્યું હતું કે સામાન્ય યુગલોની જેમ તેઓ ઘણી વખત ઝઘડો પણ કરે છે. ઐશ્વર્યાએ પણ આ બાબતે હા પાડી હતી કે તે અને અભિષેક એક યા બીજી વાત પર લડતા હતા. તેણે કહ્યું કે તે મતભેદ હતો, ઝઘડો નહીં. કારણ કે જો ઝઘડા ન હોત તો જીવન કંટાળાજનક બની જતું.

  શા માટે અભિષેકે માફી માંગી

  આ વાતચીતમાં અભિષેકે તેના લગ્ન જીવનને યોગ્ય રીતે ચલાવવાનું એક રમુજી રહસ્ય જાહેર કર્યું. તેણે કહ્યું કે અમે સાથે મળીને નક્કી કર્યું હતું કે અમે લડાઈ કરીને સૂઈશું નહીં. તેથી જ તે દરરોજ રાત્રે સૂતા પહેલા દિવસની દરેક ભૂલની માફી માંગતો હતો. આ બાબતે કોમેડીનો તાગ આપતાં તેમણે કહ્યું, 'મહિલાઓ ગમે તેમ કરીને પોતાની ભૂલો સ્વીકારતી નથી, તેથી મોટાભાગની લડાઈમાં તે જ માફી માંગી લેતો હતો.'

  આ પણ વાંચો - HDB Rajkumar Hirani: સમાજને ખાસ મેસેજ આપે છે PKથી લઈ 3 Idiots જેવી આ 5 ફિલ્મો

  ઉલ્લેખની છે કે, તાજેતરમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે માલદીવ વેકેશન માણવા પહોંચ્યા હતા. જ્યાં આરાધ્યાના જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. જેની સુંદર પોસ્ટ અભિષેક બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
  Published by:kiran mehta
  First published: