Home /News /entertainment /

ફરી માતા બનશે ઇશા દેઓલ, ઇન્સ્ટા પર શેર કર્યા Good News

ફરી માતા બનશે ઇશા દેઓલ, ઇન્સ્ટા પર શેર કર્યા Good News

ફાઇલ તસવીર: ઇશા દેઓલ

ઇશાએ તેની પ્રેગ્નેન્સીના સમાચાર ખૂબ જ અલગ અંદાજમાં શેર કર્યા છે

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી ઇશા દેઓલ ફરી માતા બનશે. ઇશાએ તેની પ્રેગ્નેન્સીના સમાચાર ખૂબ જ અલગ અંદાજમાં શેર કર્યા છે. ઇશાએ દીકરી રાધ્યાની તસવીર શેર કરતાં લખ્યું, મને મોટી બહેન તરીકે પ્રમોશન મળ્યું છે. આ સમાચાર બાદ તેના ફેન્સ અને ફોલોઅર્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

    ઇશા અને ભરતની પહેલી દીકરી લગ્નના પાંચ વર્ષ બાદ જન્મી હતી. રાધ્યાના સમયે પણ પિતા ભરત ખૂબ જ ઉત્સાહી હતો. તેણે સોશિયલ મીડિયામાં ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, હું બહુ ખુશ છુ. હું મારી ભાવનાઓ શબ્દોમાં રજૂ કરી શકતો નથી. જ્યારે તે હસે છે ત્યારે એવું લાગે છે કે સમગ્ર દુનિયા તમારા માટે હસે છે. આ એક અલગ અહેસાસ છે જે રજૂ કરી શકાતો નથી.|

    આ પણ વાંચો: ઇશાએ શેર કરી દીકરીની પહેલી તસવીર, જુઓ ક્યૂટ રાધ્યાનો ફોટો

    ઉલ્લેખનીય છે કે, આવા જ એક સમાચાર ટીવી અભિનેત્રી સૌમ્યા ટંડને પણ આપ્યા છે. સૌમ્યાએ 14 જાન્યુઆરીએ પુત્રને જન્મ આપ્યો. હાલમાં જે તેણે પુત્રની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પ્રેગ્નેન્સીને કારણે સૌમ્યા ઘણા લાંબા સમયથી 'ભાભીજી ઘર પર હૈં'માં જોવા મળી નથી.
    First published:

    Tags: Esha deol, Instagram, Second pregnancy

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन