ક્રિકેટની દુનિયાના 'વિરાટ' કોહલી અને બોલિવૂડની બ્યૂટી ક્વિન અનુષ્કા શર્મા અત્યારે તેમના લગ્નના સમાચારોના કારણે દરેક જગ્યાએ છવાયેલા છે. આનો વિરુષ્કાના ફેન્સ ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. યંગ જનરેશન જેમને બહું જ પ્રેમ કરે છે તેવા વિરાટ અને અનુષ્કાના લગ્ન ઈટલીમાં થવાના છે. વિવિધ સૂત્રો દ્વારા ખબર મળી રહી છે કે આ બંન્ને ટસ્કનીના કોઈ હેરિટેઝ રિસોર્ટમાં લગ્ન કરવાના છે.
અત્યારે આ રિસોર્ટ 2017ના આ શાનદાર ઈવેન્ટમાં લાગ્યા છે. અહીંયા કડક સુરક્ષા રાખવામાં આવી છે. મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માત્ર ઈન્વિટેશન કાર્ડની સાથે જ એન્ટ્રી મળશે. ખબર એ પણ છે કે આ એક ટિપિકલ પંજાબી લગ્ન હશે. જ્યાં મહેમાનોને ભાંગડા પણ જોવા મળશે. આમ પણ વિરાટને પણ ડાન્સ કરવો ઘણો ગમે છે. તેમના મિત્રો ઝાડીર અને યુવરાજના લગ્નમાં તેમણે ઘણો ડાન્સ કર્યો હતો.
કહેવામાં આવે છે કે લગ્ન એક સપ્તાહમાં થઈ શકે છે. લગ્ન સવારે રખાશે અને તેના પછી રિસેપ્શન સાંજે આપવામાં આવશે. આ ઉપરાંત વિરાટ મુંબઈમાં પણ ગ્રાન્ડ પાર્ટી આપવાના છે. આ પાર્ટી 26 ડિસેમ્બરના રોજ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તેમના લગ્ની તારીખ 15 ડિસેમ્બર ચર્ચવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર