Home /News /entertainment /VIDEO: ઉર્વશી રૌતેલાના જીવનમાં થઇ નવા શખ્સની એન્ટ્રી? RPને ભૂલીને લગાવી RGના નામની મહેંદી
VIDEO: ઉર્વશી રૌતેલાના જીવનમાં થઇ નવા શખ્સની એન્ટ્રી? RPને ભૂલીને લગાવી RGના નામની મહેંદી
Photo: @urvashirautela
Instagram
Urvashi Rautela VIdeo:ઉર્વશી રૌતેલાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના હાથ પર લખેલા બે અક્ષરો બતાવી રહી છે. વીડિયોમાં ઉર્વશીને એવું કહેતી સાંભળી શકાય છે કે કોઈએ તેનું દિલ ચોરી લીધું છે.
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને તેના લાઇફનો આરપી સતત ચર્ચામાં રહે છે. ઉર્વશીએ સોશ્યિલ મીડિયા પર આરપીને લઈને ખૂબ ચર્ચામાં છે, તે ઘણી વખત આ વિશે વાત કરતી પણ જોવા મળી હતી. હાલમાં જ ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે તેના લાઇફનો આરપી ક્રિકેટર ઋષભ પંત નહીં પરંતુ તેનો કો-સ્ટાર રામ પોથિનેની છે.
દરમિયાન, ફરી એકવાર ઉર્વશી રૌતેલાના લાઇફના આરપીની ચર્ચા શરૂ થઈ ગઈ છે, કારણ કે તેણે Pને G સાથે રિપ્લેસ કર્યો છે. જી હા, ઉર્વશીએ આ ટ્વિસ્ટથી ભરેલો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના પર યુઝર્સ તરફથી અલગ-અલગ પ્રકારની રિએક્શન્સ પણ આવી રહ્યા છે.
વીડિયોમાં ઉર્વશી રૌતેલા એક હાથની હથેળી ખોલે છે, જેમાં આર લખેલું છે. આ પછી બીજા હાથમાં P લખેલું છે, જેને તેણે કાપીને G સાથે રિપ્લેસ કર્યુ. હવે ઘણા યુઝર્સ આ જોઈને ચોંકી ગયા છે, કેટલાકે ઉર્વશીના આ હરકત પર ફની કોમેન્ટ્સ પણ કરી છે. પરંતુ, તમને જણાવી દઈએ કે ઉર્વશીએ આ બધું એક એડવર્ટાઇઝમેન્ટ તરીકે કર્યું છે. તેણે આ વીડિયો OTT પ્લેટફોર્મ Netflix માટે બનાવ્યો છે.
વીડિયોમાં ઉર્વશીની સામે હોલીવુડ સ્ટાર રેયાન ગોસલિંગ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ઉર્વશી કહે છે- 'રાયન અને હું એકબીજા માટે બનેલા છીએ.' આના પર રેયાન પૂછે છે- 'શું તમે લખીને કહી શકો છો.' આના પર ઉર્વશી પોતાનો હાથ ખોલે છે, જેના પર R લખેલું છે. તેના બીજા હાથમાં પહેલા P લખેલું છે, તેને કાપ્યા પછી G લખ્યું છે. આ પછી ઉર્વશી કહે છે- 'બીજું કંઈ?'
પછી ઉર્વશી રૌતેલા તેની સામે આંખ મારે છે. આ વીડિયો પર નેટીઝન્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. આ કોમેન્ટ્સમાં ઋષભ પંતનું નામ લઈને ઉર્વશીને ચીડાવવામાં આવી રહી છે. કેટલાક આરપી મતલબ ઋષભ પંતની વાત કરી રહ્યા છે તો કેટલાક આરજીનો અર્થ રાહુલ ગાંધી કહી રહ્યા છે. પણ અહીં RG એટલે Ryan Gosling.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર