Home /News /entertainment /

હોટલમાં વેઈટર હતા બોમન ઈરાની, બોમન વિશેની જાણી-અજાણી રસપ્રદ વાતો

હોટલમાં વેઈટર હતા બોમન ઈરાની, બોમન વિશેની જાણી-અજાણી રસપ્રદ વાતો

35 વર્ષની ઉંમરે બોમન ઈરાનીએ એક્ટિંગ શરૂ કરી અને 41 વર્ષની ઉંમરે તેમણે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું, જેટલી હેરાન કરતી આ વાત છે, તેટલી જ રસપ્રદ તેમની પ્રગતિની કહાની છે.

બધુ જ એટલું ઝડપી થયું કે, લોકો વિશ્વાસ નથી કરી શકતા. આજે 2 ડિસેમ્બર એટલે બોમન ઈરાની 57 વર્ષના થઈ ગયા અને આટવા વર્ષોમાં તેમણે જે સ્ટ્રગલ કર્યા તે સામાન્ય ન કહી શકાય. તો એક નજર કરીએ તેમની જિંદગી સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો પર...

ફિલ્મોમાં આવ્યા પહેલા બોમન થિયેટરમાં પ્લે કરતા હતા. મહાત્મા વર્સેજ ગાંધી અને આઈ એમ નોટ બાજીરાવ તેમના બે પ્રખ્યાત પ્લે છે. આ બંનેને મુંબઈ ઈંગ્લીશ થિયેટરના ઈતિહાસના સૌથી મહત્વના માનવામાં આવે છે.

મુન્નાભાઈની સ્ક્રિપ્ટ પણ નહોતી લખાઈ તેના બે વર્ષ પહેલાથી વિધુ વિનોદ ચોપડાએ બોમન ઈરાનીને આ ફિલ્મ માટે 2 લાખ રૂપિયા એડવાન્સ આપી સાઈન કરી લીધા હતા.

તે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ છે. તેમણે વર્લ્ડ બોક્સિંગ અને મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટ જેવી ઈવેન્ટ પણ કવર કરી છે.

તાજમહેલ પેલેસમાં બે વર્ષ સુધી બોમને વેટર તરીકે પણ કામ કર્યું છે. બોમને 12 વર્ષ સુધી ગુજરાતી સ્નેક્સ વેંચવાનું પણ કામ કર્યું છે.
First published:

Tags: Boman irani, Film record, Happy Birthday, બોલીવુડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन