Home /News /entertainment /CDR કેસમાં હવે કંગના રનોત અને જેકી શ્રોફની પત્નીનું પણ આવ્યું નામ

CDR કેસમાં હવે કંગના રનોત અને જેકી શ્રોફની પત્નીનું પણ આવ્યું નામ

કોલ ડીટેઇલ રેકોર્ડ (સીડીઆર) સ્કેમના મામલામાં એક પછી એક બોલિવૂડના પેજ-3 પાર્ટીઝના નામી ચહેરા બેનકાબ થઈ રહ્યાં છે. જેમણે અકાયદેસર રીતે કેટલાય સેલેબ્રિટીઝના સીડીઆર નીકાળાવ્યાં હતાં. એક્ટર નવાજુદ્દીન
સિદ્દીકી પછી બોલિવૂડ એક્ટર જેકી શ્રોફની માતા આયશા શ્રોફ અને કંગના રનોતના નામ પણ સામે આવ્યાં છે. જેમણે અકાયદેસર રીતે સીડીઆર નીકાળ્વાના મામલામાં થાણે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

જાણકારી પ્રમાણે થાણે ક્રાઇમ બ્રાન્ચ અનુસાર, જૈકી શ્રોફની પત્ની આયશા શ્રોફે અભિનેતા સાહિલ ખાનની સીડીઆર ગેરકાયદેસર રીતે કઢાવી હતી અને આરોપી વકીલ રિઝવાન સિદ્દીકીને આપી હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે
રિઝવાન સિદ્દીકીનાં મોબાઇલમાંથી કેટલીક ડીટેઇલ મળી છે. જેના પ્રમાણે આયશા શ્રોફ અને સાહિલ ખાન વચ્ચે વિવાદ હતો અને તેના કારણે ગેરકાયદેસર રીતે સીડીઆર નીકાળવામાં આવી હતી. તો આ મામલે રાષ્ટ્રીય પુરસ્કાર
વિજેતા કંગના રનૌતનું નામ પણ સામે આવ્યું છે.

ડેપ્યુટી કમિશ્નર ઑફ પોલીસે જણાવ્યું હતું કે, “ 2016માં કંગનાએ પણ અભિનેતા ઋતિક રોશનનો મોબાઇલ નંબર રિઝવાન સિદ્દીકી સાથે શેર કર્યો છે. આ પાછળનું કારણ સામે નથી આવ્યું, તપાસ ચાલું છે.” ઉલ્લેખનીય છે કે
મુંબઇમાં પોલીસનાં હાથે એક ગેંગ ઝડપાઇ છે જેઓ જાસૂસી માટે લોકોની કોલ ડીટેઇલ્સ રેકોર્ડિંગ કરતા હતા. આ મામલે નવાઝુદ્દીન સિદ્દીકીનાં વકીલ રિઝવાન સિદ્દીકીને થાણે પોલીસે કસ્ટડીમાં લીધા છે.

આ વચ્ચે સાહિલે દાવો કર્યો હતો કે આયશા અને તે ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં. આ વિવાદ પછી આયશાએ પોતાના લીગલ મેટરને જોવા માટે રિઝવાન સિદ્દકીને હાયર કર્યો હતો. આ દરમિયાન આયશાએ
અકાયદેસર રીતે સાહિલ ખાનના સીડીઆર મેળવવા તેની સ્ક્રૂટની માટે આરોપી વકીલ રિઝવાન સિદ્દકીને લીધા હતાં. મામલો સામે આવ્યાં પછી થાણે ક્રાઈમ બ્રાંચે એક્ટ્રેસ અને નિર્માતા આયશા શ્રોફ સાથે પૂછપરછ કરવા માંગે છે.
First published:

Tags: Jackie shroff, Kangana ranauat

विज्ञापन