માહિરા ખાનથી અંકિત લોખંડેના વાયરલ વિડીયો સુધી... અહીં વાંચો એન્ટરટેનમેન્ટના ટોપ-5 સમાચાર

માહિરા ખાનથી અંકિત લોખંડેના વાયરલ વિડીયો સુધી... અહીં વાંચો એન્ટરટેનમેન્ટના ટોપ-5 સમાચાર
માહિરા ખાન અને અંકિતા લોખંડે

અંકિત લોખંડે હાલ તેના અંગત જીવનના કારણે ચર્ચાઓમાં છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને લોકો તેને હજી ટ્રોલ કરી રહ્યા છે. જેને લઈને તેણે લાઈવ સેશનનું આયોજન કર્યું હતું.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ 'રઈસ' ફેમ પાકિસ્તાની અભિનેત્રીને સોશ્યલ મીડિયા પર અત્યારે ટ્રોલ કરવામાં આવી રહી છે. માહિરા ખાને તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે એક સોફ્ટ ડ્રિન્કની જાહેરાત કરી રહી છે. તેણે પાકિસ્તાનની એક બેવરેજ કંપની માટે શૂટ કરેલ ટીવી કોમર્શિયલ વિડીયોને માહિરાએ સોશ્યિલ મીડિયા પર શેર કર્યો છે. જેને લઈને ટ્રોલર્સે તેને ટ્રોલ કરવાનું શરુ કર્યું છે.

  અંકિત લોખંડે હાલ તેના અંગત જીવનના કારણે ચર્ચાઓમાં છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને લોકો તેને હજી ટ્રોલ કરી રહ્યા છે. જેને લઈને તેણે લાઈવ સેશનનું આયોજન કર્યું હતું. જ્યાં તે સુશાંતના ફેન્સને અપીલ કરી રહી છે કે તેઓ તેની છબી ખરાબ ન કરે. અંકિતાએ કહ્યું કે, જે વસ્તુઓ તેને સારી નથી લગતી તેને તેણી ફોલો નથી કરતી. પરંતુ બીજાના અકાઉન્ટમાં જઈને ગાળો પણ નથી બોલતી.  દેવોલિના ભટ્ટાચાર્જી સોશ્યલ મીડિયા પાર પોતાના વિચારો ખુલીને મૂકે છે. તેણે બિગ બોસ-14માં એજાજ ખાનના પ્રોક્સી તરીકે એન્ટ્રી લીધી હતી. દેવોલિનાએ પોતાના અંગત જીવન વિશે તેમાં ઘણા ખુલાસા કર્યા હતા. જેના બાદ ફેન્સ ઘણા હેરાન છે. (વાંચો પૂરા સમાચાર)  બિગ બોસ 14ના કન્ટેસ્ટન્ટ હજી આફ્ટર પાર્ટી કરી રહ્યા છે. રાખી સાવંતે પોતાના દોસ્તો માટે પાર્ટી રાખી હતી. જેમાં રાહુલ મહાજન, બિંદુ દારા સિંહ, સોનાલી ફોગાટ સહીત શોના ઘણા કન્ટેસ્ટન્ટ એન્જોય કરતા નજરે ચડ્યા હતા. જોકે, અભિનવ શુક્લ અને તેમના પત્ની પાર્ટીમાં હાજર ન રહ્યા.
  Published by:Margi Pandya
  First published:March 02, 2021, 16:06 pm

  ટૉપ ન્યૂઝ