ફિલ્મ પર પ્રતિબંધ મામલે 'પદ્માવત' ફિલ્મ નિર્માતા સુપ્રીમકોર્ટની શરણે

News18 Gujarati
Updated: January 17, 2018, 12:31 PM IST
ફિલ્મ પર પ્રતિબંધ મામલે 'પદ્માવત' ફિલ્મ નિર્માતા સુપ્રીમકોર્ટની શરણે
પદ્માવત ફિલ્મની રિલિઝ પર 6 રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો છે...

પદ્માવત ફિલ્મની રિલિઝ પર 6 રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો છે...

  • Share this:
પદ્માવત ફલ્મનો વિવાદ વધતો જ જાય છે. કેટલાક રાજ્યોમાં ફિલ્મ રિલિઝ પર પ્રતિબંધ લગાવવામાં આવતા, આ મુદ્દે ફિલ્મ નિર્માતા સુપ્રીમકોર્ટની શરણે પહોંચ્યા છે. પદ્માવત ફિલ્મના નિર્માતાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં ત્રણ રાજ્યો દ્વારા ફિલ્મ રિલિઝ પર પ્રતિંબંધને પડકારવામાં આવ્યો છે.

ફિલ્મ નિર્માતાની આ અરજી પર સુપ્રીમકોર્ટ આવતીકાલે સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે, પદ્માવત ફિલ્મની રિલિઝ પર 6 રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો છે. રાજસ્થાનથી પદ્માવત ફિલ્મનો વિરોધ શરૂ થયો હતો, જે ગુજરાત, ઉત્તરાખંડ, મધ્યપ્રદેસ અને હરિયાણા સુધી પહોંચ્યો છે. આ સાથે હિમાચલ પ્રદેશમાં પણ ફિલ્મ રિલિઝ ન થાય તેવી માંગ ઉઠી છે.
First published: January 17, 2018, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading