Home /News /entertainment /

Priyanaka Chopra: ચહેરા પર થઇ ઇજા, ફોટો જોઇને ફેન્સ થયા ચિંતિત, પૂછ્યું ઠીક તો છો ને?

Priyanaka Chopra: ચહેરા પર થઇ ઇજા, ફોટો જોઇને ફેન્સ થયા ચિંતિત, પૂછ્યું ઠીક તો છો ને?

સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને સતત અપડેટ આપતી પ્રિયંકા ચોપરા થોડા થોડા સમયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને લાઇવ પણ આવતી હોય છે. એક ફિલ્મની શૂટિંગ દરમિયાન અભિનેત્રી પ્રિંયકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
    બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપરા હંમેશા ચર્ચામાં રહે છે. ભલે તે આજે વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે, પરંતુ ભારતમાં તેની ફેન ફોલોઈંગ હજુ પણ એટલી જ છે. વર્તમાન સમયે તે તેના આગામી શો સિટાડેલનું શૂટિંગ કરી રહી છે.

    અભિનેત્રીએ શેર કર્યો ફોટો

    સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને સતત અપડેટ આપતી પ્રિયંકા ચોપરા થોડા થોડા સમયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને લાઇવ પણ આવતી હોય છે. એક ફિલ્મની શૂટિંગ દરમિયાન અભિનેત્રી પ્રિંયકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો: Web Series: નવી વેબ સિરીઝમાં 'મહાત્મા ગાંધી' બનતો જોવા મળશે પ્રતિક ગાંધી

    આ ફોટો જોઈને ફેન્સ ચિંતામાં મુકાયા છે. હકીકતમાં, આ ફોટામાં પ્રિયંકાના ચહેરા પર સ્ક્રેચ અને લોહીના ડાઘ દેખાઈ રહ્યા છે. આંખોમાં આંસુ છે. ફોટો જોઈને લાગે છે કે તેના ચહેરા પર ઈજા થઈ છે. પ્રિયંકા ચોપરાનો આ ફોટો જોઇને ઘણા ચાહકો ખૂબ જ ચિંતિત થયા હતા અને કોમેન્ટ બોક્સમાં જ અભિનેત્રીની તબિયત પૂછવા લાગ્યા હતા.

    ફોટો શેર કરતા પ્રિયંકા ચોપરાએ લખ્યું હતું કે, 'શું તમે પણ કામ પર આટલો મુશ્કેલ દિવસ પસાર કર્યો હતો? #actorslife #citadel #adayinthelife. આ સાથે તેણે સ્માઇલી પણ શેર કર્યું છે.

    View this post on Instagram

    A post shared by Priyanka (@priyankachopra)

    આ ફોટો જોઇને લાગી રહ્યું છે કે, જાણે પ્રિયંકા ચોપરાનો અકસ્માત થયો હોય. આ તસવીર પછી ફેન્સ પૂછી રહ્યા છે કે, તમને શું થયું? ચહેરા પર કેવી રીતે ઇજા પહોંચી ? એક યુઝરે લખ્યું છે કે, 'તમે ઠીક છો' જ્યારે બીજા એક યુઝર લખે છે કે 'મને લાગ્યું કે તમને ખરેખર દુઃખ થયું છે'. અન્ય યુઝર્સ પણ આ જ રીતે પોતાનો પ્રતિભાવ આપતા જોવા મળે છે. આમ પોતાની પ્રિય અભિનેત્રીને આવી હાલતમાં જોઇને યુઝર્સ પણ દંગ અને ચિંતિત થઇ ગયા હતા.

    શું છે આ ફોટા પાછળનું કારણ?

    પ્રિયંકા ટૂંક સમયમાં હોલીવુડ એક્ટર મેક એન્થની સાથે ફિલ્મ એન્ડિંગ થિંગ્સમાં જોવા મળશે. પ્રિયંકાની આ ફિલ્મ એક્શન થ્રિલર હશે. આ ફિલ્મની શૂટિંગ વખતે જ પ્રિયંકા ચોપરા એ આ ફોટો ક્લિક કર્યો હતો, અને ફેન્સને અપડેટ આપી હતી.

    આ પણ વાંચો: Taarak Mehta: શું ‘તારક મહેતા’ શો છોડી રહ્યા છે શૈલેષ લોઢા? જાણો પ્રોડ્યુસર અસિત મોદીએ શું કહ્યું

    પ્રિયંકા ચોપરા હાલમાં જ સરોગસી દ્વારા માતા બની છે. તેણે હાલમાં જ તેની પુત્રી સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે બાળકીને ગળે લગાવતી જોવા મળી હતી.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Entertainment, પ્રિયંકા ચોપરા, બોલીવુડ

    આગામી સમાચાર