બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક વખત ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે જાતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું, ‘હજી હંમણાં જ મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે પણ મારી આસપાસ રહે છે, કૃપા કરી તે લોકો પણ ટેસ્ટ કરાવી લે.’ અમિતાભ 79 વર્ષના છે અને બીજી વખત કોરોનાની ઝપેટમાં આવ્યા છે. (વાંચો વધુ અહેવાલ...)
બી ટાઉનના ક્યુટ કપલ્સમાંના એક બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની મુલાકાત વર્ષ 2015માં થઈ હતી. બંનેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને બંને એક વર્ષ પછી લગ્ન કરી લીધા. બંનેએ વર્ષ 2016માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન પછી હંમેશાં તેમની પ્રેગ્નન્સીની અટકળો લગાવવામાં આવતી હતી, પરંતુ આખરે કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા બિપાશા બાસુએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. ત્યારે હવે કરણે પણ એક પ્રેમભરી નોટની સાથે પત્નીની પ્રેગ્નન્સી પર પોતાનું રિએક્શન આપ્યું છે. (વાંચો વધુ અહેવાલ...)
હૃતિક રોશન લાંબા સમય પછી એક્શન ડ્રામા ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેકથી સિલ્વર સ્ક્રિન પર કમબેક કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન પણ દમદાર રોલમાં જોવા મળશે. અત્યારે વિક્રમ વેધાનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. એક્શનથી ભરપૂર ફિલ્મનું આ ટીઝર દમદાર છે. હૃતિક અને સૈફ અલી ખાન ફિલ્મમાં એકબીજાને ટક્કર આપતા જોવા મળશે. સારા અને ખરાબની વચ્ચે ફરક કરવો સરળ છે પરંતુ અહીં બંને ખરાબ છે. 2017માં આવેલી સુપરહિટ તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં આર માધવન અને વિજય સેતુપથીએ પોતાના પરફોર્મન્સથી લોકોનું દિલ જીતી લીધું હતું. (વાંચો વધુ અહેવાલ...)
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર એક્ટર વિજય દેવરાકોંડાએ બોલિવૂડ ફિલ્મોના બાયકોટ ટ્રેન્ડ પર પોતાનું રિએક્શન આપ્યું છે. તે અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાઈગર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘બાયકોટ’ ટ્રેન્ડની વચ્ચે એક્ટરની ફિલ્મ પણ ટ્વિટર સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા બાયકોટ કરવામાં આવી રહી હતી અને ‘લાઈગર બાયકોટ’ કી- વર્ડ્સ ટ્રેન્ડ થવા લાગ્યા હતા. આવામાં હવે ફિલ્મોને બાયકોટને લઈને એક્ટરનું રિએક્શન સામે આવ્યું છે. (વાંચો વધુ અહેવાલ...)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી પર જોવાતો સૌથી લોકપ્રિય શો છે. આ શો છેલ્લા ઘણા મહિનાઓથી તેના પાત્રોને કારણે ચર્ચામાં છે. ઘણા જૂના કલાકારોએ આ શો છોડી દીધો છે. દિશા વાકાણી (Disha vakani), નેહા મહેતા (Neha maheta) અને શૈલેષ લોઢા (Shailesh Lodha) સહિત ઘણા કલાકારોએ આ શોને અલવિદા કહી દીધું હતું. નિર્માતાઓ પર અયોગ્ય વર્તનનો આરોપ પણ લગાવ્યો હતો. આ શોને છોડનાર કલાકારોમાં છેલ્લું નામ શૈલેષ લોઢા છે, જે તારક મહેતાનું પાત્ર ભજવતા હતા. તેમની વિદાય બાદ તારક મહેતાનું પાત્ર શોમાં જોવા મળ્યું ન હતું. (વાંચો વધુ અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર