Home /News /entertainment /KBC 14: 7.5 કરોડ રુપિયાનો જવાબ ખોટો પડતા માતાને યાદ કરીને રડી પડ્યા શાશ્વત, અમિતાભ પણ થયા ભાવુક

KBC 14: 7.5 કરોડ રુપિયાનો જવાબ ખોટો પડતા માતાને યાદ કરીને રડી પડ્યા શાશ્વત, અમિતાભ પણ થયા ભાવુક

શાશ્વત ગોયલનો 7.5 કરોડ રૂપિયાનો જવાબ ખોટો પડ્યો

Kaun Banega Crorepati 14: કેબીસી સીટ પર બેઠેલા શાશ્વત ગોયલ 7.5 કરોડ રૂપિયાનો જવાબ ખોટો પડતા મનથી ભાંગી પડ્યા હતા અને સાથે ખૂબ જ અફસોસ થયો હતો. જો કે આ સમયે શાશ્વત ખાલી સીટ પકડીને ખૂબ જ રડી પડ્યા હતા.

મુંબઇ: ‘કૌન બનેગા કરોડપતિ’ 14માં ફરી એક વાર એ પળ જોવા મળી છે જેમાં દિલ્હીના શાશ્વત ગોયલે 7.5 કરોડ રૂપિયા સુધી ગેમ રમી. દિલ્હીના શાશ્વત ગોયલ 1 કરોડ રૂપિયાનો સાચો જવાબ આપીને કરોડપતિ બની ગયા. આ પળ દરેક લોકો માટે ખાસ બની રહી હતી કારણકે આવું બહુ ઓછુ થાય છે જેમાં કોઇ વ્યક્તિ શોમાં કરોડપતિ બને. કરોડપતિ બનતી વખતે પ્રશ્નોના જવાબ આપવા એ કોઇ સહેલી વાત નથી. કરોડપતિ ગેમમાં તમે જેમ આગળ વધો એમ પ્રશ્નો હાર્ડ આવે છે, ત્યારે આ પ્રશ્નોના જવાબ આપવા માટે બહુ વિચારવું પડતું હોય છે.

શાશ્વત ગોયલને થયો અફસોસ


શાશ્વત ગોયલે જ્યારે એક કરોડના સવાલનો સાચો જવાબ આપ્યો ત્યારે એમની ખુશી કંઇક અલગ જ હતી, પરંતુ આ પછી તેઓ 7.5 કરોડ રૂપિયાના પ્રશ્ન માટે એટલા જ ઉત્સાહિત અને ચિંતાતુર હતા. શાશ્વત આ ગેમને બહુ કોન્ફિડન્ટ સાથે રમતા હતા. પરંતુ વાત જાણે એમ છે કે શાશ્વતે 7.5 કરોડના સવાલનો જે જવાબ આપ્યો એ ખોટો પડ્યો અને એમને બહુ અફસોસ થયો.

આ પણ વાંચો: જોશથી ભરપૂર 'હર હર મહાદેવ'નું ટ્રેલર લોન્ચ

7.5 કરોડ રૂપિયાનો જવાબ ખોટો પડતા જ શાશ્વત નિરાશ થઇ ગયા હતા અને અફસોસ કરતા હતા. આ જવાબ ખોટો પડતા એમને માત્ર 75 લાખ રૂપિયા લઇને જ ઘરે જવું પડ્યું. શાશ્વતના 7.5 કરોડ રૂપિયાના સવાલનો જવાબ ખોટો પડ્યો એ વાત સાચી છે પરંતુ તેઓ આ ગેમ બહુ જ શાનદાર રીતે રમ્યા. આ સમયે અમિતાભ એમની પર ઇમ્પ્રેસ થઇ ગયા હતા.

ખાલી સીટ પકડીને કેમ રડી પડ્યા શાશ્વત?


કૌન બનેગા કરોડપતિના સેટ પર બેઠેલી દરેક વ્યક્તિના આંખમાં આસું એ સમયમાં આવ્યા જ્યારે આ પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો અને શાશ્વતને અફસોસ થયો. આ સાથે જ શાશ્વત ઓડિયન્સમાં જઇને ખાલી સીટ પકડીને ખૂબ રડી પડ્યા હતા. જો કે આ સીન જોઇને અમિતાભ બચ્ચન પણ ઇમોશનલ થઇ ગયા હતા.

આ પણ વાંચો: ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ

 જાણો આ વિશે શું કહ્યું શાશ્વતે...


આ વિશે શાશ્વત જણાવે છે કે, જ્યારે કેબીસી શો પહેલી વાર શરૂ થયો હતો ત્યારે એ એમની ફેમિલીની સાથે રેગ્યુલર આ શો જોતા હતા. આ સમયે એમની માતા કહેતી હતી...શાશ્વત પણ હોટ સીટ પર બેસે એ એમનું સપનું હતું, પરંતુ કોરોનાની બીજી લહેરમાં શાશ્વતની માતાનું નિધન થયું. માતાના મૃત્યુ પછી શાશ્વત મનથી ભાંગી પડ્યા હતા.


આ વિશે શાશ્વતે વધુમાં જણાવ્યું કે, એ એમની માતાનું સપનું પૂરું કરવા માટે કેબીસીમાં રમવા ઇચ્છતા હતા. સતત 9 વર્ષ ટ્રાય કર્યા પછી શાશ્વત આ ગેમ રમી શક્યા. ગેમ દરમિયાન શાશ્વતે એમની માતાને ખૂબ યાદ કર્યા હતા.
First published:

Tags: Aamitabh Bachchan, Important Bollywood News, Kaun Banega Crorepati 14

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો