ફિલ્મકાર સુમિત્રા ભાવેનું ફેફસાની બીમારીના કારણે 78 વર્ષની વયે થયું નિધન

ફિલ્મકાર સુમિત્રા ભાવેનું ફેફસાની બીમારીના કારણે 78 વર્ષની વયે થયું નિધન
સુમિત્રા ભાવેનું નિધન

મરાઠી સિનેમા અને થીએટરની પ્રસિદ્ધ હસ્તી સુમિત્રા ભાવે છેલ્લા 2 મહિનાથી ફેફસા સંબંધિત બીમારીઓથી ઝઝૂમી રહી હતી

  • Share this:
સુપ્રસિદ્ધ નિર્દેશક અને લેખિકા સુમિત્રા ભાવેનું ફેફસા સંબંધિત બીમારીના કારણે સોમવારે નિધન થયું છે. આ અંગે ફિલ્મ નિર્દેશક સુનિલ સુખ્તનકરે આ અંગે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મરાઠી સિનેમા અને થીએટરની પ્રસિદ્ધ હસ્તી સુમિત્રા ભાવે છેલ્લા 2 મહિનાથી ફેફસા સંબંધિત બીમારીઓથી ઝઝૂમી રહી હતી. મહત્વનું છે કે, ભાવેને ઘણા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયા છે. તેમણે સોમવારે મહારાષ્ટ્રબી એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

તેમણે પોતાની શિક્ષા પૂર્ણ થયા બાદ એક સમાજ કલ્યાણ સંસ્થા સાથે કામ શરુ કર્યું હતું અને પૂણે સ્થિત કર્વે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાઇન્સમાં અધ્યાપક તરીકે કામ કર્યું. જે બાદ તેમણે ન્યુઝ ઇન્કાર તરીકે પણ કામ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે સુમિત્રા ભાવેનો જન્મ 12 જાન્યુઆરી 1943ના રોજ પૂણે ખાતે થયો હતો. તેમણે મરાઠી ભાષાની લોકપ્રિય ફીચર ફિલ્મોનું ડાયરેક્શન કર્યું હતું. તેમણે 50થી વધુ લઘુફિલ્મો અને અને કેટલીક મરાઠી સીરીયલ્સનું પણ ડાયરેક્શન કર્યું હતું. તેમણે વર્ષ 1985માં પોતાની પ્રથમ ફિલ્મ 'બાઈ' બનાવી, જેને ઘણા રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા. ભાવે અને સુખ્તનકરે 1995માં ફિલ્મ 'દોધી' બનાવી, આ ફિલ્મને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

સાથે જ તેમણે દેવરાઈ, ઘો માલા અસાલા હવા, હા ભારત માજા, અસ્તુ- સો બીટ ઈટ, સંહિતા, વેલકમ હોમ, વાસ્તુપુરુષ, દાહવી ફા અને કાસવ જેવી ઘણી હિટ ફિલ્મો આપી. તેમની ફિલ્મોમાં માનસિક સ્વાસ્થ્ય અને ભેદભાવના મુદ્દાઓને સ્થાન આપવામાં આવતું હતું. ત્યારે તેમના નિધનને લઈને બૉલીવુડ અને મરાઠી સિનેમામાં શોકનો માહોલ છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ