Home /News /entertainment /સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ રીયા ચક્રવર્તી અંગે ઈમરાન હાશમીએ કહી આ મહત્વની વાત
સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ રીયા ચક્રવર્તી અંગે ઈમરાન હાશમીએ કહી આ મહત્વની વાત
તસવીર- Instagram @therealemraan/rhea_chakraborty
ઇમરાન હાશ્મી(Emraan Hashmi)એ 'ચેહરે'(Chehre)ની સહ અભિનેત્રી રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)ના સમર્થનમાં વાત કરી છે. તેમણે સુશાંત સિંહ રાજપૂત (SSR Death) ના મૃત્યુ બાદ રિયા સામેના આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને મીડિયા ટ્રાયલ અંગે પોતાનો પક્ષ આપ્યો હતો.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)ને ગયા વર્ષે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput death)ના મૃત્યુ બાદ તેમની સામે ઘણા ગંભીર આરોપો લાગ્યા હતા. તેને અને તેના પરિવારને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓએ તેને ટેકો આપ્યો. જોકે વિવેક ઓબેરોય અને કંગના રાણાવત જેવા સેલેબ્સે તેમને સુશાંત સિંહ રાજપૂત(sushant singh rajput)ના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા હતા.
હવે રિયા ચક્રવર્તીની ફિલ્મ 'ચેહરે' (Chehre Release Date) રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી જેવા મોટા સેલેબ્સ પણ છે. ઈમરાને રિયા ચક્રવર્તીના સમર્થનમાં પ્રતિક્રિયા આપી છે. ઇમરાને બોલિવૂડ હંગામાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "રિયા ચક્રવર્તી સાથે જે મીડિયા ટ્રાયલ થયું, હું માનું છું કે તે બિલકુલ યોગ્ય નહોતું.
ઇમરાન હાશ્મી (Emraan Support Rhea)એ વધુમાં કહ્યું, "મીડિયાએ એક પરિવારનું જીવન લગભગ બરબાદ કરી દીધું. કેમ? લોકો માત્ર કહેતા હતા, અને અનુમાન લગાવી રહ્યા હતા. ઘણા લોકો ખરેખર રિપોર્ટિંગ કરે છે, અને ઘણા તેના એથીક્સને અનુસરતા નથી. જ્યારે દરેક તેને અનુસરે છે, ત્યારે બધું સારું થશે. દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે આપણા દેશમાં ન્યાય વ્યવસ્થા છે. હજુ પણ કેટલાક લોકો અથવા મીડિયા સંસ્થાઓએ કોઈ પણ નિર્ણય લીધા વગર તેને ગુનેગાર જાહેર કર્યો છે.
મહત્વનું છે કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તીની 'ચેહરે' પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ 27 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં પહેલાથી જ રિયા વિશે વિવાદ હતો. મેકર્સ દ્વારા રિયા ચક્રવર્તીને ફિલ્મના પોસ્ટરોમાંથી હટાવી દેવામાં આવી હતી. તે જ સમયે, જ્યારે ટ્રેલર આવ્યું, ત્યારે તેની સહેજ ઝલક દેખાઈ હતી.
ચેહરે ફિલ્મના નિર્દેશક રૂમી જાફરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે રિયા ફિલ્મમાં હતી ત્યારે તેનું અંગત જીવન ફિલ્મ પર અસર નહીં કરે. તેણે તાજેતરમાં જ દીકરીના લગ્નમાં રિયાને આમંત્રણ આપ્યું હતું. રિયાને ત્યાં પણ ખૂબ મજા આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર