Home /News /entertainment /આ રીતે બન્યો ઈમરાન હાશમી સિરીયલ કિસર, દરેક બોલ્ડ સીન પર પત્ની બેગથી ફટકારતી...!
આ રીતે બન્યો ઈમરાન હાશમી સિરીયલ કિસર, દરેક બોલ્ડ સીન પર પત્ની બેગથી ફટકારતી...!
...તો આ રીતે બન્યો સિરીયલ કિસર
ઈમરાન હાશમીને બોલિવૂડનો સીરિયલ કિસર કહેવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર ઈમરાન હાશમીએ અત્યાર સુધી લગભગ 28 એક્ટ્રેસિસ સાથે ફિલ્મોમાં કિસિંગ સીન્સ આપી ચુક્યો છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર ઈમરાન હાશમી એક સમયે સીરિયલ કિસરના નામે પ્રખ્યાત હતો. મર્ડર ફિલ્મમાં મલ્લિકા શેરાવત સાથે બોલ્ડ સીન્સ માચે ફેમશ થયેલા ઈમરાનને લઈને કહેવામાં આવે છે કે તેણે એક કે બે નહીં પરંતુ 28 એક઼્ટ્રેસિસ સાથે ફિલ્મોમાં કિસિંગ સીન્સ આપ્યા છે. ઈમરાન હાશમીના એકથી એક બોલ્ડ સીન્સના ફેન્સ દીવાના થઈ જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ઈમરાન હાશમીની પત્ની એક્ટરથી દરેક કિસ માટે એક ખાસ ગિફ્ટ વસુલતી હતી...!
દરેક સીન પર પિટાઈ કરે છે પત્ની!
ઈમરાન હાશમીએ પોતાની પુસ્તક 'ધ કિસ ઓફ લાઈફ'ના પ્રીમિયર દરમિયાન જણાવ્યુ હતું કે તેનો કિસિંગ સીન જોઈને પત્ની શું રિએક્શન આપતી હતી. ઈમરાને કહ્યુ હતું કે, 'પત્ની હજુ પણ મારો કિસિંગ સીન જોઈને ઈર્ષા કરે છે શરુઆતી સમયમાં મારા કિસિંગ સીન્સથી તેણી ખૂબ જ પરેશાન રહેતી હતી. તેણી તો મને બેગથી મારતી પણ હતી.'
ઈમરાન હાશમીએ જણાવ્યું, 'પછી સમય બદલાયો અને તેમે ઈન્ડસ્ટ્રીની વસ્તુઓ સમજમાં આવવા લાગી. હવે તેણી મને બેગથી નહીં પરંતુ હાથથી મારે છે. ઈમરાન હાશમીએ મઝાકીયા અંદાજમાં કહ્યુ, તેણી ક્યારેય મને જોરથી નથી મારતી.'
કિંમતી ગિફ્ટ આપે છે ઈમરાન!
ઈમરાન હાશમીએ પોતાના કિસિંગ સીનને લઈને કહ્યુ, 'હું દરેક બોલ્ડ સીન બાદ પત્નીને એક મોંઘુ ગિફ્ટ આપુ છુ. તેણીની તિજોરી બેગ્સથી ભરાઈ ગઈ છે.' એક્ટરે પોતાની ફિલ્મો અને કિસિંગ સીન્સ પર એ પણ કહ્યુ કે લોકો તેને કિસિંગ સીન્સ માટે પસંદ કરે છે અને જે ફિલ્મોમાં બોલ્ડ સીન્સ નથી હોતા તે ફિલ્મ ચાલતી નથી. જણાવી દઈએ કે, ઈમરાન હાશમી હવે બોલ્ડ ફિલ્મો અને કિસિંગ સીન્સથી દૂર ભાગવા લાગે છે. ઈમરાને હવે એક્શન ફિલ્મો અને સસ્પેન્સ કોન્ટેંટની તરફ પોતાનો વળાંક લીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર