Home /News /entertainment /

PM મોદી વેબ સીરિઝના ડાયરેક્ટરને ચૂંટણી પંચના દખલની ચિંતા

PM મોદી વેબ સીરિઝના ડાયરેક્ટરને ચૂંટણી પંચના દખલની ચિંતા

વેબ સીરિઝ પીએમ મોદીનું એક દૃશ્ય

તાજેતરમાંજ ચૂંટણી પંચે વિરોધપક્ષની માંગણી બાદ વડાપ્રધાન મોદીના જીવન પર તૈયાર થયેલી ફિલ્મના નિર્માતા પાસે ખુલાસો માંગ્યો હતો.

    ન્યૂઝ 18 ગુજરાતી: વડાપ્રધાન મોદીના જીવન પર વેબ સીરિઝ તૈયાર કરનાર ડાયરેકટર ઉમેશ શુક્લાને ચૂંટણી પંચની ચિંતા સતાવી રહી છે. ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ તૈયાર કરેલી વેબ સીરિઝ 'મોદી: જર્ની ઑફ એ કોમન મેન'ને તેઓ એપ્રિલમાં રિલિઝ કરવા માંગે છે પરંતુ ચૂંટણી પંચ તેમાં દખલ દઈ શકે છે. 10 હપ્તાની આ સીરિઝ વડાપ્રધાન મોદીના જીવન પર આધારીત છે.

    ચૂંટણી પંચે તાજેતરમાંજ વડાપ્રધાન મોદીના જીવન પર તૈયાર થયેલી વિવેક ઓબેરોય અભિનીત ફિલ્મના નિર્માતાઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. આ ફિલ્મ 5 એપ્રિલે રીલિઝ થવાની છે, જેનો વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો છે. ચૂંટણી પંચની આચાર સંહિતા અંતર્ગત વેબ સીરિઝને કોઈ સમસ્યા થશે કે નહીં તેના જવાબમાં ઉમેશ શુક્લાએ કહ્યું,“ મને આ અંગે થોડી ચિંતા સતાવી રહી છે. પરંતુ ઇન્ટરનેટ અલગ માધ્યમ હોવાથી હું વધારે ચીંતિત નથી. મને નથી લાગતું કે આચાર સંહિતાનો અહીંયા અમલ થશે. તેમ છતાં કઈ કહી શકાય નહીં અને તેથી જ અમે તારીખ નક્કી નથી કરી.”

    આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ઉતરશે ફિલ્મ જગતના આ પાંચ મોટા ચહેરા

    આ વેબ સીરિઝ ગુજરાતી લેખક મિહીર ભુતા ઉપરાંત રાધિકા આનંદ દ્વારા લખવામાં આવી છે. પ્રત્યેક એપિસોડ 30-45 મિનિટનો હશે. ડાયરેક્ટરે કહ્યું કે તેમની પાસે ચોક્કસ તારીખ નથી છતાં તેઓ એપ્રિલમાં ફિલ્મ રિલિઝ કરવાનું વિચારી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું, “હાલમાં અમે એડિટિંગનું કામ કરી રહ્યાં છે. વહેલી તકે અમે આ કામ સમાપ્ત કરીશું. વેબ સીરિઝ પર આચાર સંહિતા લાગે કે નહીં તેની માહિતી નથી.” 102 નોટ આઉટ અને ઓહ માય ગોડ જેવી ફિલ્મો માટે જાણીતા ઉમેશ શુક્લાએ કહ્યું કે તેઓ આ પ્રકારની બાબત માટે વધારે ચિંતા નથી કરતા.

    શુક્લાએ ઉમેર્યુ,“જો અમે જાન્યુઆરીમાં તૈયાર કરી દીધી હોત તો ત્યારે પણ રિલિઝ કરી શક્યા હોત ચૂંટણીના સમયે જ રિલિઝ કરવાનું કોઈ ચોક્કસ લક્ષ્ય નહોતું.”
    Published by:Jay Mishra
    First published:

    Tags: Loksabha election 2019, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन