કિયારા અડવાણી માટે એક વૃદ્ધ ગાર્ડે ખોલ્યો કારનો ગેટ, યૂઝર્સનો ફૂટ્યો ગુસ્સો-'શરમ નથી આવતી શું?'

(Manav Manglani/Kiara Advani instagram)

કિયારા અડવાણી (Kiara Aadvani Video)નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ગાડીમાંથી ઉતરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં કંઇક એવું છે કે, જેને કારણે તે ટ્રોલ થઇ રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani)એ હાલમાં જ શોબિઝ ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષની છે. ઇન્ડસ્ટ્રીમાં તેનાં સાત વર્ષ પૂર્ણ થવાનું જશન મનાવ્યું હતું. સોશિયલ મીડિયા પર કિયારાની મોટી ફેન ફોલિંઇંગ છે. અને ઇન્સ્ટાગ્રામ પર તેનાં 17.5 મિલિયન ફોલોઅર્સ છે. જે તેની દરેક એક્ટિવિટી પર નજર રાખે છે. આ વચ્ચે કિયારા (Kiara Aadvani Video)નો એક વીડિયો વાયરલ થયો છે.

    હાલમાં જ કિયારા અડવાણીને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)નાં ઘરે નજર આવી હતી. જ્યારે કિયારા સિદ્ધાર્થનાં ઘરેથી નીકળી તો તેમની કારનો દરવાજો એક વૃદ્ધ વ્યક્તિએ ખોલ્યો હતો. અને તેને સલામ કરી હતી. આ વીડિયો જોઇ યૂઝર્સનો ગુસ્સો ફૂટ્યો હતો. એક યૂઝરે કમેન્ટ કરતાં એક લખે છે, 'દરવાજો જાતે નહોતી ખોલી શકતી, ઊંમર તો જુઓ માણસની.' એકે લખ્યું છે કે, તમે લોકો આવો છો ક્યાંથી, બાપની ઊંમરથી વધુ ઊંમરની વ્યક્તિ પાસે સલામ મરાવે છે.'

    ગત ઘણમાં દિવસોથી સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણીનાં લિંકઅપની ખબર સામે આવી છે. જોકે, બંનેએ ખુલીને તેમનાં સંબંધો પર કોઇ પ્રકારની ટિપ્પણી કરી નથી. કિયારા જોકે ઘણી વખત સિદ્ધાર્થ મલ્હોત્રાનાં ઘરની બહાર સ્પોટ થાય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કિયારા શેરશાહ, ભૂલ ભુલૈયા 2, જુગ જુગ જીયો અને શશાંક ખૈતાનની અપકમિંગ ફિલ્મમાં નજર આવશે. 'શેરશાહ' એક બાયો્રાફિકલ બેસ્ડ એક્શન ડ્રામા છે. જે કારગિલનાં નાયક વિક્રમ બત્રાનાં જીવનની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા લિડ રોલમાં છે.




    આપને જણાવી દઇએ કે, કિયારા અડવાણી 13 જૂન 2014નાં ફિલ્મ 'ફુગલી'થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. જે બાદ 'એમએસ ધોની', 'ભારત અને નેનુ', 'કબીર સિંહ', 'લસ્ટ સ્ટોરીઝ', 'ગિલ્ટ', 'ગુડ ન્યૂઝ' અને 'ઇન્દુ કી જવાની માં કામ કર્યું હતું.
    Published by:Margi Pandya
    First published: